પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૫


સુન્દર૦– બે વાતની ના તો સમજાઈ, પણ સરસ્વતીચંદ્રની ના કેમ ક્‌હે છે?

કુસુમ– બે વાતની નામાં છેલે સુધી મને મદદ આપો તો સમજાવું. પિતાજી, દાદાજી, ગુણીયલ, જરાશંકરમામા ને એ બધાંને આ વાતમાં તમારે સમજાવવાં.

સુન્દર૦– તે એટલી બધી હું બન્ધાઉં તેને સટે તું કેટલું બન્ધાય છે?

કુસુમ૦- સરસ્વતીચંદ્રને ના પરણવાનું મ્હારું કારણ તેના બદલામાં સમજાવું.

સુન્દર૦– ના, તે એટલામાં બદલો ન વળે; હું બંધાઉં તેના બદલામાં તું સરસ્વતીચંદ્રને પરણવાને બન્ધાય છે !

કુસુમ૦– આવડી આવડી ના !

એણે “આવડી” ઉચ્ચારતાં હાથના ચાળા કર્યા.

સુન્દર૦– ત્યારે અમારી યે આવડી આવડી ના, આટલી છોકરી મને પટાવે છે - જમની, જો તો ખરી.

જમની– કુસુમબા, ત્યારે કહીજ દ્યોને. કાકીબાને યે મનની વાત ન કહીયે ?

કુસુમ૦– જો તમે આટલું બન્ધાવ તો હું એટલી બન્ધાઉં કે - સરસ્વતીચંદ્ર જડે ને પોતાના વિચાર ફેરવે તે પણ તેટલાથી કંઈ મ્હારે મ્હારા વિચાર ફેરવવાના નથી – પણ હું પુછું એ બધા પ્રશ્નોના ઉત્તર આપે ને એવા ઉત્તર આપે કે તેથી મ્હારા મનનું સમાધાન થાય ને મ્હારા વિચાર ફરે ને તેમનો ને મ્હારો બેનો વિચાર એક થાય તો પછી હું મને ઠીક લાગે તે વિચાર કરું – તે વિચાર કરું – હાં – વિચાર કરું; બીજું કાંઈ અત્યારથી બંધાવાનું નહી.

સુન્દર૦– આ જોને - આનું આમ થાય, તેનું તેમ થાય, પેલાનું પેલું થાય - તો પછી મ્હારાં કુસુમ બ્હેન શું કરે – વિચાર કરે ! બીજું કાંઈ ન કરે, પણ વિચાર કરે. જાવ અમે તેા કંઈ - બંધાતાં નથી.

કુસુમ૦– હું તો આ ખાવા બેસું.

પત્રાળું તૈયાર થયું હતું. તેમાં ખીચડી નાંખી કુસુમ ખાવા લાગી. સુન્દર કેડે હાથ દઈ ઉભીજ રહી, વળી સ્મરણ સ્ફુરતાં બોલી.

“કુસુમ, બીજી વાતમાં બન્ધાવાનું પડતું રહ્યું, પણ વાત ક્‌હેવા તું બંધાઈ છે તે તો ક્‌હે કે ત્હેં શાં શાં ધતીંગ ધાર્યાં છે ?”