પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૩

“હાં ? ચંદ્રકાંત ? નામ તો અચ્છા છે. જો નામ પ્રમાણે અર્થ હેાય તે મ્હારું ગાવાનું જાતે જ સમજી લ્યો, તમારો ઉતારો ક્યાં છે?”

“પ્રધાનજીને ત્યાં ”

“મ્હારા જેવો કોઈ સાધુજન થોડા દિવસ ઉપર આપને મળ્યો હતો?"

“હા, મહારાજના બાગ પાસેના તળાવ પાસે.”

બાવો વિચાર કરી બોલ્યો. “ચંદ્રકાંતજી, મ્હેં જે ગાયું તેમાં કાંઈ તમને સ્વાર્થ છે ?”

“સમજાયલું સત્ય હોય તો તો તમારા ગાયામાં મ્હારા સર્વ સ્વાર્થ છે. સર્વ સાર છે.” ચંદ્રકાંત નિઃશ્વાસ મુકી બોલ્યો.

આ પ્રધાનના અતિથિ છે જાણી, અને આ વાતમાં સાર ન લાગતાં, ચલમ ફુંકનાર ઉઠી ચાલી ગયા અને આ બે જણ એકલા પડ્યા. ચારે પાસ દૃષ્ટિ કરી સાવધ થતો બાવો બોલ્યોઃ “ચંદ્રકાંતજી, તમારો સ્વાર્થ અને સાર કોનામાં છે ?"

“શશિકાંતના શશીમાં મ્હારો સર્વ સ્વાર્થ છે."

“જો એમ હોય તે હું વિશેષ બેાલું તે ઉપરથી અભિજ્ઞાન પામો–”

ચંદ્રકાંત અત્યાતુર સ્તબ્ધ થઈ સાંભળતો ઉભો. બાવે જાડા પણ સુન્દર સ્વરથી ગાવા માંડ્યું.

“સાંભળો, ચંદ્રકાંતજી, અને પછી મનન કરો-”

“સુંદરગિરિનાં શૃંગ ચુમ્બતાં જળધરગણને– ” વગેરે પંક્તિયો બાવાએ ગાવા માંડી; “ જગ ત્યજી જનારા તણો પંથ- સંતોને સસ્તો ! ” એ પંક્તિ આવી.

આ પંક્તિ સાંભળતાં ચંદ્રકાંત કંપવા લાગ્યો ને મનમાં બોલ્યો – "શું ત્હેં જગ છોડી જ દીધું ? ” તેનો વિચાર વધે તે પ્હેલાં ગાયન વાધ્યું, “ઇન્દ્રપુરી ” અને “ચન્દ્રવિકાસિ કમળના” ત્યાગ સાંભળી તેનું અભિજ્ઞાન સ્પષ્ટ થયું. “ લીધ ભગવો ભેખ વિરક્ત” – એ શબ્દ નીકળતાં તો તેનાં નેત્રમાં અશ્રુ રહ્યાં નહી એને નેત્રમાંથી નીકળી ગાલ ઉપર આવ્યાં.

“શું બાવાજી, મ્હારા ચંદ્રે તમારા જેવો ભેખ લીધો છે? મને હવે સ્પષ્ટ વાત કહી દ્યો. હું સંસારી છું ને મ્હારું હૃદય હવે કહ્યું