પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧

જાળી હતી, અને છતને ઠેકાણે ચાર પાસનાં વૃક્ષોની શાખા- ઓને આધાર આપી જાળીને મથાળે થઈને વચલા ભાગમાં એકબીજા સાથે ગુંથાઈ જાય એમ વાળવામાં આવી હતી. જાળીની ચારે પાસ વેલાઓ ચ્‍હડાવી દીધા હતા તેના ઉપરનાં લીલાં પાંદડાઓના ઉપર ભુરાં, ધોળાં, પીળાં, કાળાં, અને લાલ ફુલોએ ભાત પાડી હતી. લીલા રંગથી પુત્રીની આંખોની સંભાળ રાખવાના આ સુન્દર , માંડવા વચ્ચે ભુરા, લાલ અને ધોળા કાચની ખુરશીઓ બાંક, અને ટેબલ ગોઠવેલાં હતાં તેમાં કુસુમ પુસ્તકો સાથે કાળ ગાળતી.

આ માંડવામાંથી નીકળવાના દ્વાર આગળ બટમોગરા અને ગુલાબના છોડ દ્વારપાળ પેઠે ઉભા રાખેલા હતા. એ દ્વાર સામે ન્હાનો સરખો પાણીનો કુંડ હતો. એ કુંડની બે પાસ પીતળની જાળીઓ અને બે પાસ પગથીયાંવાળા આરસના આરા બાંધેલા હતા. ગુણસુન્દરી બારી આગળ ઉભી તે વેળા કુસુમ એક પાસની જાળી આગળ આવી ઉભી હતી. એને શરીરે વસ્ત્ર ન જેવાં હતાં. ધોળો ગવનનો ચણીઓ પ્‍હેર્યો હતો. પણ તેનો કચ્છ વાળી દીધો હતો, અને ઝંઘા અને પગ ઉઘાડાં હતા તે સાથે સાથે રોપેલી કેળાના થાંભલા જેવા દેખાતા હતા, અને તેનો રંગ કેળમાંથી નીકળી આવેલા ગર્ભના જેવા રંગવાળા ચણીયામાં મળી જતો હતો. કચ્છ વાળેલા ચણીઆની ઉભી કલ્લીઓ કેળાના માથાનાં પાંદડાં જેવી હતી. ચણીયાને મથાળે કમળ નાળ વીંટી દીધી હોય તેમ નેફો અને નાડું લાગતાં હતાં; અને નાડાના શિરોભાગની ગાંઠ આગળ અને તેની નીચે ચાર પાંચ અાંગળ સુધી તંગ કરેલા બે પાસથી ખેંચાતા નેફાની ગાંઠ પાસેની ચણીયાની ફાટમાંથી દીસી આવતા બીડેલા કમળપુટના જેવા ઉદરભાગને શિરે, પરાગમાં ભરાઈ ધોળેા–પીળો થયેલા ભ્રમર કમળ- દળ ઉપર બેઠો હોય તેના જેવું, નાભિમંડળ બેઠેલું દૂરથી પણ દેખાતું હતું. આના ઉપર એવા જ વસ્ત્રની ચોળી પહેરેલી હતી તેના અધોભાગ અને નેફાની વચ્ચે પણ ઉજવલ શરીર, ચણીયો ક્‌હાડવા કેડની ઉપર ચ્‍હડાવેલી સુવર્ણમેખલા જેવું, ચંદ્રોદય પ્‍હેલાં કોમલ તેજના પટાવાળા પ્રાચીમુખ જેવું, નયનને હરનારું થઈ પડ્યું હતું. તસતસતી ચોળીના આગલા ભાગમાં બોરીયાને ઠેકાણે રુપાના આંકડાની હાર હતી, અને ભરાતા શરીરની ખેંચતાણથી એ આંકડા વચ્ચે દેખાઈ આવે એમ ર્‌હેવા દેઈ ચોળીની બે કોરો એક બીજાથી દૂર તણાઈ જઈ વચ્ચેના મોહક શરીરને ગુપ્ત રાખવાના યત્નમાં હારતી હતી. આવી રીતે