પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૮

કુમુદ૦- માલતીને મ્હારા જેવો પ્રશ્ન ન હતો. એક પાસ માતાપિતાની aaાજ્ઞા અને બીજી પાસ પ્રિયજન –એ બેમાંથી કોને પ્રસન્ન કરવું તેટલું જ એને જોવાનું હતું. તેને કંઈ મ્હારી પેઠે વિવાહિત પતિનાં બંધનમાંથી છુટવાનો દુષ્ટ અભિલાષ ન હતો. મ્હેં નિશ્ચય કર્યો છે કે એ અભિલાષથી મ્હારે દૂર ર્‌હેવું.

બંસરી– મૈયા, ત્હારા હૃદયની શુદ્ધિ અને મધુરતા ત્હારી પાસે આ શબ્દો બોલાવે છે, પણ સત્ય ધર્મના જ્ઞાન વિનાની કેવળ હૃદયશુદ્ધિથી શુદ્ધ દૃષ્ટિ ઉઘડતી નથી અને શુદ્ધ ધર્મ દેખાતો નથી.

કુમુદ- સર્વ ધર્મ જેને શ્રેષ્ઠ ગણે છે એ પાતિવ્રત્યને પ્રિય ગણવું અને આ જીવિતને અને જીવિતના નાથને અપ્રિય ગણવાં એવો મ્હારો ધર્મ છે. બંસરી બ્હેન, તમારી પ્રીતિ મને જે માર્ગે લેવા ઇચ્છે છે અને મને સુખી જોવા ઇચ્છે છે તે માર્ગને મ્હેં ઘણા દિવસથી અશુદ્ધ ગણ્યો છે અને તેણી પાસે દૃષ્ટિ સરખી ન નાંખવા દૃઢ નિશ્ચય કર્યો છે.

બંસરી– મૈયા, ત્હારા નામાભિધાન જેવો એ નિશ્ચય મધુર છે, પણ તેનો આધાર સત્ય ધર્મ ઉપર નથી.

કુમુદ– કેમ નથી?

બંસરી- પતિવ્રત ઇચ્છનારીના જે પતિરૂપને ત્હારું વ્રત ગણુવું ધર્મ્ય છે એ પતિ કીયો ? તું જે દૃષ્ટિને દૂર રાખે છે તે દૃષ્ટિ ત્હારી ? કે એ દૃષ્ટિને દૂર રાખનારી દૃષ્ટિ ત્હારી? મધુરી, આ યુગના સંસારી જનોમાં એટલા બધા દુરાચાર રૂઢ થઈ ગયા છે અને એટલા અધર્મ ધર્મ ગણાયા છે કે ત્હારા જેવી સુંદર મધુર પક્ષિણી પણ તેની જાળમાં પડી રીબાય છે. હવે તું આ અમારા સાધુજનોના આશ્રમમાં આવી; જે વીર્યવાન્ કલ્યાણકારક આચાર પ્રાચીન આર્યો પાળતા તે, તમારા દૂષિત સંસારથી દૂર રહી, અમે અગ્નિહોત્રીના અગ્નિ પેઠે સાચવી રાખ્યો છે અને અમારા આશ્રમમાં આવી તું એ આચારનો ધર્મ જોઈશ અને જોઈશ એટલે પાળીશ. મધુરી, દુષ્ટ સંસારે જે યુવાન પાસે ત્હારું પાણિગ્રહણ કરાવ્યું તે યુવાનને જાણતાં પ્હેલાં તું અન્ય જનને મનથી વરી ચુકી હતી અને તે અન્યજન જ ત્હારો પતિ – ત્હારો એક પતિ તે એજ. કન્યા જેને મનથી વરે તે તેનો વર. માતાપિતાનો વરાવેલ કે વરેલો વર તે કન્યાનો વર નહીં, અને તેટલા માટે જ શ્રીકૃષ્ણે રુકિમણીનું હરણ કર્યું તે મહાધર્મ ગણાયો. મધુરી, જે ચન્દ્રને ત્હેં ત્યારે આત્મા આપ્યો તે ત્હારો એકજ પતિ અને જે