પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૧

કામદેવને બ્રહ્માનો અવતાર ગણી, વિષ્ણુનો પ્રિયપુત્ર ગણી અને શંકરથી પણ અજેય અનંગ ગણી, તેને આદર આપવો. એ સત્વ જગતના કલ્યાણનું સાધન છે અને તેમાં સ્ત્રીજનનું રક્ષણ તો એજ કરે છે.

બંસરી– કેવી રીતે ?

મોહની– જો, ઈતર પ્રાણીઓમાં પરસ્પર સંહાર અને પરસ્પર ભક્ષણના ધર્મ પળાય છે ત્યાં કામદેવના પ્રતાપથી સ્ત્રીજાતિનું રક્ષણ થાય છે. એ જાતિઓમાં તું જોઈશ તો ઢેલ કરતાં મેાર સુન્દર અને સિંહણ કરતાં સિંહ સુન્દર અને અલંકૃત હોય છે – એ જાતિઓમાં સુન્દરતા પુરુષમાં હોય છે અને તેના મોહપાશમાં પુરુષ સ્ત્રીને નાંખવાને પ્રયાસ કરીને પણ સ્ત્રીના મોહમાં પડે છે અને તેનું રક્ષણ કરે છે અને તેનો ધર્મ-સહચર બને છે. મનુષ્યજાતિમાં એથી ઉલટું છે. અજ્ઞાની દશામાં તે રાક્ષસ વિવાહ અને પૈશાચ વિવાહ શોધી રાક્ષસ થાય છે. પણ જો તે જ્ઞાની થાય છે તે તેના જ્ઞાનની જ્વાલા શંકર જેવી થઈ મન્મથને ભસ્મસાત્ કરી શકે છે. મયૂરીમાં પોતા ઉપર પ્રીતિ ઉત્પન્ન કરવા સુન્દર સુપિચ્છ સુશિખ મયૂર જે મોહથી કલાપ અને નૃત્ય કરી રહે છે તે મોહને પુરુષના ચિત્તમાંથી જ્ઞાનાગ્નિ દગ્ધ કરી નાંખે છે; અને અનેક સુન્દરતા અને રસની ભરી સ્ત્રીને શ્રીમન્મથ સહાય ન થાય તો જેટલા પુરુષ એટલા કેવળજ્ઞાની થાય ને જ્ઞાની એટલા સંન્યાસી થાય, અને જે પુરુષ જ્ઞાની ન જ થઈ શકે તે મધુરીના શરીરના જાર જેવા રાક્ષસ થાય અને સ્ત્રીયો ગમે તો અશરણ થાય કે ગમે તો દુષ્ટને શરણ થાય. શું ભગવાને મન્મથ આવી મુગ્ધ મધુરીને સહાય થયો હત તો એની આ અસહ્ય દુષ્ટવશ અને અશરણ દશા થઈ હત? બોલ, બંસરી, બોલ.

“નાસ્તો.” બંસરી બોલી. કુમુદ નિરુત્તર થઈ નીચી દૃષ્ટિએ મોહનીના ચરણને જોઈ રહી. તેના નેત્રમાં દીનતા આવી અને હૃદયમાં કંઈ નવું સત્વ પ્રવેશ પામતું ભાસ્યું.

મેાહની – જ્યારે સંસાર ભ્રષ્ટ થયો ત્યારે શ્રીકૃષ્ણ પરમાત્માના આ જ્યેષ્ટ પુત્રનો અનાદર થયો અને માત્ર આપણા વિહાર જેવાં સ્થાનોમાં તેની પૂજા થાય છે.

બંસરી– જો તેની પૂજા આવશ્યક જ હોય તો આ પરિવ્રાજિકામઠ શા માટે જોઈએ ? અને આ મહાત્માઓ બ્રહ્મચર્ય પાળે છે તે શું ખોટાં?

મોહની- બ્રહ્મ જે જાતે જ કામરૂપ છે તેને ત્યાં સરસ્વતી જેવી કુમારિકા અને નારદ જેવા બ્રહ્મચારી શિષ્ટ ગણાય છે, અને તેના જેવાં