પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૩૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૫

આજથી – તમારી કૃપાથી - હું જોઉં છું.” એના શબ્દોચ્ચારમાં એના હૃદયની શાન્તિ સ્ફુટ લાગી.

મોહની– મધુરી, તું એથી પણ વધારે જોઈશ. ત્હારો હૃદયદેશ કેવળ નિર્દોષ છે એટલું જ નહી, પણ ત્હારી એ સ્થિતિને લીધેજ તું હજી પવિત્ર છે. એ દંશ જો ત્હારામાં જાગૃત ન હત તો અમે તને પામર અને દુષ્ટ ગણત. પરિશીલક કામનું લક્ષણ તને કહ્યું એ કામ વિવાહ પ્હેલાં પરિશીલક હોય છે અને વિવાહ પછી પરિશીલક તેમ જ પુત્રાયિત હોય છે. પણ તમ સંસારી જનોના આચારમાં વિવાહ પ્હેલાંનું પરિશીલન કે સંવનન તે હતું જ નથી – માત્ર પાછળથી “કેવળપુત્રાયિત” અને સ્થૂલ કામઃ હોય છે, ભોગ પણ સ્થૂલ હોય છે, અને પ્રીતિ પણ કેવલ સંપ્રત્યયાત્મિકા હોય છે.

કુમુદ– એ પ્રીતિ, એ સંવનન, અને એ પરિશીલન મને અભિજ્ઞાત કરાવો.

“તે તો ત્હારા ઇષ્ટ પુરુષનું કામ - બાકી મોહની મૈયા અનુભવહીન જનને આપી શકે તેટલો બોધ તને આપી શકશે.” ચાલતી વાર્ત્તાના શ્રવણમાં આવી ભળી બેઠેલી બે ત્રણ બીજી સ્ત્રીયોમાંની એક બોલી.

મોહની – ચુપ, પ્રમત્તા, ચુપ! તું મધુરીનાં સુખદુઃખની મધુરતા જાણતી નથી ત્યાં સુધી તને કંઈ કટાક્ષ વચન બોલવાનો અધિકાર નથી. મધુરી, પ્રીતિ ચાર [૧] જાતની કહી છે : વિષયાત્મિકા, સંપ્રત્યયાત્મિકા, આભિમાનિકી, અને આભ્યાસિકી. શબ્દરૂપાદિ પ્રત્યક્ષ વિષયોના ભોગથી થાય તે વિષયાત્મિકા પ્રીતિ; એ પાશવ કામનું ફલ હોય છે. જે પુરુષને મ્હેં અથવા મ્હારા કુટુમ્બે મ્હારો પતિ માન્યો છે અથવા જેને હું શોધું છું છું તે આ જ પુરુષ હોવો જોઈએ એવી બુદ્ધિથી – સ્વયંભૂ મદનની સૂચના વિના – તે પુરુષ ઉપર કોઈ સ્ત્રી પ્રીતિ કરે તે સંપ્રત્યયાત્મિકા, ત્હારા શરીરનાં પતિ ઉપર તું જે મધુર પ્રીતિ રાખે છે તે આવી સંપ્રત્યયાત્મિકા છે. સંબન્ધાદિનો કોઈ જનમાં અધ્યારોપ કરવો અને તે હેતુથી પ્રીતિ થાય તે આ. વિષયના વિચાર વિના, અભ્યાસ વિના, માત્ર સંકલ્પાત્મક જે મન તેના સ્વચ્છન્દ સંકલ્પથી[૨] જ, જે ભોગ થાય તેની પ્રીતિ અભિમાનથી


  1. अभ्यासादभिमानाश्च तथा संप्रत्ययादपि।
    विषयेभ्यश्च तन्त्रज्ञाः प्रीतिमाहुश्चतुर्विधाम् ॥
  2. Fancy.