પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૬

થઈ માટે આભિમાનિકી કહી છે. કેવળ કોઈક સ્વચ્છન્દ સંકલ્પથી જાગેલા, પણ વિષયને ગૌણ ગણનાર, સ્વયંભૂ મદનને ઉત્કટ બેાધના બળથી, પણ યોગ્ય પરિશીલન વિનાની, પ્રીતિ આભિમાનિકી થાય છે. સ્વયંવરે વરાયલાં વરકન્યાની પ્રીતિ અભ્યાસ વિનાની હોવાથી તેમ વિષયને ગૌણ ગણનારી હોવાથી આભિમાનિકી ગણવી. આવી પ્રીતિનું અવલોકન અમ સાધુજનોને થતું નથી અને અમારાં ચિત્ત જ્ઞાનભક્તિને વશ ર્‌હે છે તેમાં જાતે એવા સંકલ્પ થતા નથી, માટે હું તેનું દૃષ્ટાન્ત, આપી શકતી નથી. પણ એટલું જાણું છું કે અલખ ઉપરની અમારી પ્રીતિને અલખ ન માનનાર નાસ્તિકો આભિમાનિકી પ્રીતિ ગણે છે. જો નાસ્તિકોની અશ્રદ્ધા સત્ય હોય તો તે તેને મન આપણી બિન્દુમતીની પ્રીતિને તેઓ અભિમાનિકી ગણે તો તેમાં દોષ ન ક્‌હેવાય. હવે ચોથી, પ્રીતિ અભ્યાસિકી છે. कर्मणां पुनः पुनरनुष्ठानमभ्यासः . કેવળ વિષયનો, કે સંકલ્પનો, કે અભિમાનનો, ભોગ કરવાને બદલે તેમના વિના અથવા તેમના સહિત પણ કોઈ કર્મના અભ્યાસથી જે પ્રીતિ થાય તે આભ્યાસિકી પ્રીતિ. સ્તન્યપાનની આસક્તિવાળું બાળક માતા ઉપર પ્રીતિ કરે તે આભ્યાસિક : બાળકને વિષયનું ભાન નથી, સંકલ્પ નથી, અભિમાન નથી, પણ માત્ર અભ્યાસ છે. સંસારી જનોમાં બાળકને બાળક સાથે વરકન્યાને નામે ગોઠવવાને ચાલ છે. તે બાળક યુગને પરસ્પર સાહચર્યના અભ્યાસથી કાલક્રમે આભ્યાસિક પ્રીતિ થઈ શકે છે અને ત્યાં સુધી અભિમાનિકી પ્રીતિ હોય છે, અથવા ત્હારા જેવા મધુર જીવને સંપ્રત્યયાત્મિકા પ્રીતિ હોય છે, અથવા તે અપ્રીતિ અને ક્‌લેશ હોય છે - જે અપ્રીતિના ફળનું ત્હારી આભિમાનિકી પ્રીતિના કુપાત્ર પુરુષે તને આસ્વાદન કરાવેલું છે.

બેઠેલી સ્ત્રીઓમાંથી એક બોલી ઉઠીઃ “મૈયા, સંસારી જનોના ધર્મ જાણવામાં નથી રસ અને નથી લાભ. એને સ્થાને હવે આપણા અલખ માર્ગના ધર્મ બોલો.”

મોહની– તું એકલીજ મ્હારાં શ્રોતૃજનમાં હત તો તેમ કરત. પણ સંસારસાગરમાંની માછલી જેવી આ મધુરી આપણા મીઠા જળમાં ખેંચાઈ આવી છે તેના પ્રાણવાયુને પોતાના સહજ પ્રાણનું રોધન કરી આપણા જળમાંના પ્રાણનું ધારણ કરાવવું છે તેનો માર્ગ તું ન સમજે. મધુરી મૈયા, આ ચાર જાતના કામ, તેના વૃક્ષની ત્રણ દશા, અને તેની ફલપુષ્પ સમૃદ્ધિરૂપ ચાર જાતની પ્રીતિ તને કહી દીધી. હવે તેના પરસ્પરસંબંધ