પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૪
भर्तुभक्तिरता नित्यं सदैव प्रियभाषिणी ।
भविष्यामि पदे चैव तृतिये साव्रवीदिदम् ॥
आर्त्ते आर्त्ता भविष्यामि सुखदुःखसमभागिनी ।
तवाज्ञां पालयिष्यामि कन्या तूर्यपदेव्रवीत् ॥
ऋतुकाले शुचिस्नाता क्रीडिष्यामित्वया सह ।
नाहं परतरं गच्छेः कन्या पञ्चपदेव्रवीत् ।
इहाथ साक्षी नौ विष्णुस्त्वयाऽहं नैव चञ्चिता ।
उभयोः प्रीतिः सम्भूता कन्या षष्ठदेव्रवीत् ॥
होमयज्ञादिकार्येषु भवामि च सहायिनी ।
धर्मार्थकामकार्येषु कन्या सप्तपदेव्रवीत् ॥

“જે કન્યાને માથે આવડી અને આટલી પ્રતિજ્ઞાઓનો ભાર મુકાય તે કન્યા શું આઠદશ વર્ષની કેવલ બાલા હોવી જોઈએ ? તમારા સાંપ્રત સંસારમાં તો કન્યાઓ સ્વમુખે આટલું બોલી શકતી નથી એટલું તેમનું સદ્ભાગ્ય છે, નીકર શુકપેઠે તે બોલી જાય તો પણ શું ? શાસ્ત્રકારે તો એમજ જાણેલું કે આ વાક્ય બોલતી બોલતી કન્યા તે સમજશે અને સ્વીકારશે તે જ્ઞાન અને તે સ્વીકાર પરિશીલન વિના થવાનાં નહીં. કારણ “વિષ્ણુ સાક્ષી છે કે આપણી પ્રીતિ બની ચુકી છે” એ છઠા પગલાનું વાક્ય હવે કરવાની પ્રીતિની પ્રતિજ્ઞા નથી, પણ એ વાક્ય બોલાયું તે કાળે બનેલી પ્રીતિનું વાક્ય છે. દશ બાર વર્ષની અપરિશીલિત અને અપરિશીલક કન્યાના મુખમાં આ વચન મુકાવનાર સંસારીઓ કેવા દુષ્ટ હોવા જોઈએ? હજી તો સમાપ્ત નથી થતું. આ પછી વર વધુના ખભા ઉપર હાથ મુકી તેના “હૃદય” નું “આલંભન” કરે છે અને કન્યાને એ હૃદયને ઉદ્દેશી વ્રતમાં મ્હારા આ હૃદયને મુકું છું તે મ્હારા ચિત્ત જેવું ત્હારું ચિત્ત હો !