પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩

પર પડી, માથે હાથ મુકી, મનમાં એક શ્લોક ફરી ફરી ગાતો હતો પણ પાસેથી કાન માંડનારથી તે સંભળાતું હતું.

“ लावण्यद्रविणव्ययो न गणितः केशो महानर्जितः
“ स्वच्छन्दं चरतो जनस्य हृदये चिन्ताज्वरो निर्मितः ॥
" एषापि स्वगुणानुरुपरमणाभावाद्वराकी इता
" को ऽ र्यश्चेतसि वेधसा विनिहितस्तन्वीमिमां तन्वता ॥[૧]"

આ શ્લોક ગુણસુંદરીના દુ:ખ સાથે સુસંવાદી થયો. ગુણસુંદરી રતબ્ધ બની. ચંદ્રકાંત બડબડ્યો “સરસ્વતીચંદ્ર, તું સ્વછન્દ વિહાર કરતો હતો તેમાંથી તારા હદયમાં ચિન્તાજ્વર પ્રકટાયો તે તું આમ ભટકે છે, જેને માટે તું આટલા જ્વરમાં સપડાયો તેને બીચારીને વાનરકરમાં ફુલ ગયા જેવું થયું. અને તેનું કારણ પણ તું જ!”

ગુણસુંદરીએ સુંદરનો ખભો હાથ વડે ડાબ્યો.

વળી ચંદ્રકાંત બેાલવા લાગ્યો: “હરિ ! હરિ ! બની જોડ ત્રુટી ! બનવાની જોડની પાંખો વચ્ચે વધારે ને વધારે જ અંતર પડે છે – હરિ ! હરિ ! બની બનાઈ બન રહી – અબ બનનેકી નાહી – ”

ગુણસુંદરીએ છાતી ઉપર હાથ ડાબ્યો અને કાન આતુરતાથી ધર્યો. ચંદ્રકાંત પ્રથમ બોલવા અને પછી નિ:શ્વાસ મુકી ગાવા લાગ્યો: “ એક વાર જોડ થઈ હત તો થઈ હત. હવે બીજી જોડ બંધાવી અશક્ય.

“ કયાં તુજ તે વૈરાગ્ય, રસિક ! તુને ભટકાવી લઈ જ જશે ?
“ કયાં હરિણાક્ષી હરિણી સમી સ્વચ્છન્દ વિહારવને ફરશે ?
" પકડાઈ ગયો પળવાર અલિ સરસિજઉરે રજનિ પડતાં,
" થયું પ્રાત, ગયો ઉડી, ના સપડાય અનુભવી દક્ષિણ કંઈ કરતાં !
“ ફરવું સ્વચ્છન્દ ગમ્યું તુજને, કરવું મૃગીને સ્વચ્છન્દ ગમ્યું,
" નહી મન્મથજાળ સમર્થ દીસે, ઉભયે સ્વચ્છન્દપણું જ વર્યું !”

દુ:ખી બીચારા લક્ષ્મીનંદન ! તમારી વૃદ્ધાવસ્થામાં જે ભાગ્યબળે તમે પોતાના દુ:ખનું નિમિત્ત થઈ પડ્યા, તે જ ભાગ્યને બળે તમારા પુત્રને બંધમાંથી છોડ્યો. નહી પરણું - નહી પરણું - ક્‌હેનાર પુત્ર પિતાને પ્રસન્ન રાખવાના જ હેતુથી વીંધાવા તત્પર થયો, અને એ હેતુ સધાય


  1. * પ્રાચીન શ્લોક.