પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૮


કુમુદ – મ્હારી વાસના મ્હેં તમને કહી દીધી.

મોહની – ત્હારી આભિમાનિકી વાસના કેઈ અને આભ્યાસિકી કેઈ, લખવાસના કેઈ અને અલખ વાસના કેઈ એ વિષય સમજવામાં અલખનું કામશાસ્ત્ર જે અપૂર્વ દૃષ્ટિ આપે છે તે વડે સર્વે મ્હારે જાતે સૂક્ષ્મબુદ્ધિથી જોઈ લેવું પડશે. મધુરી, ત્હારી જિવ્હા ઉપર જે હૃદયમાધુર્ય લખરૂપે વિલસે છે તે પણ હું જોઉં છું, અને ત્હારી હૃદયશય્યામાં જે અલખ માધુર્ય છે તે પણ હું જોઉં છું, એ લખ માધુર્ય અને અલખ માધુર્ય પરસ્પર સંયુક્ત હોવા છતાં પરસ્પરથી ભિન્ન છે. હું તે ઉભય માધુર્યમાંથી મધ લેઈ મધપુડો રચીશ અને તેમાનું મધ તને આસ્વાદન માટે આપીશ.



પ્રકરણ ૧૯.
મધુરી માટે મધુરી ચિન્તા.

કુમુદની કથા થોડાક અવસરમાં – થોડીક ઘડીઓમાં – પરિવ્રાજિકામઠમાં અને વિહારમઠમાં સુપ્રસિદ્ધ થઈ ગઈ. સંસારધર્મ અને અલખ ધર્મ એ ઉભયના મિશ્રણથી એક જીવનમાં છવાયેલાં બે વિવાહવાળાં જીવનની કથા સર્વ સાધુજનોને ચમત્કાર ભરેલી લાગી અને તેને માટે અનેક શાસ્ત્રાર્થ અને અનેક ચર્ચાઓ આ ઉભય મઠમાં થવા લાગી. આ સંબંધમાં મધુરીના નામ સાથે નવીનચંદ્રજીનું નામ પણ ગવાયું, પરંતુ મધુરીની સાથેનું એનું વર્તન અધર્મ ગણાયું. તેમ જ બીજી રીતે વિષ્ણુદાસ સ્વામીનો એના ઉપરનો પક્ષપાત વધારે ઉચિત ગણાયો. આટલી વાતમાં સર્વ એકમત થયાં. ચર્ચાનો વિષય માત્ર એટલો જ રહ્યો કે અલખ સંપ્રદાય પ્રમાણે આ બે પ્રેમી જીવનનો યોગ કરાવવો, કે ન ક૨ાવવો અને કરાવવો તો કેવા વિધિથી કરાવવો.

કુમુદ સાધુસ્ત્રીઓમાં રાત્રે સુતી. થોડી વાર તેને સરસ્વતીચંદ્રના વિચાર થયા અને આંખ ઘડીમાં મીંચાય ને ઘડીમાં ઉઘડે. એની બેપાસ મોહની અને બંસરી સુતાં હતાં તે એના ઉપર અને એના મુખ ઉપર ઉચાં થઈ દૃષ્ટિ નાખતાં હતાં અને પાછાં સુઈ જતાં હતાં.

પ્રાતઃકાળે સરસ્વતીચંદ્રને સાધુવેશમાં જોઈ કુમુદના ચિત્તને અત્યન્ત ધક્‌કો લાગ્યો હતો. આ મઠમાં સાંભળેલી વાતોથી એ ધક્‌કો જતો રહ્યો અને