પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૫૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૨


“तदपि युवजनानां प्रीतये केवलोऽभूत्
“अभिनवकलिकाभारशाली रसालः ॥”

બંસરી – “રસાલોપમ રસાલ ભગવન્ સ્વયંભૂ મન્મથ ! ત્હારો અવતાર જગતને સર્વાંગથી કલ્યાણકારક છે.

“अधिश्रीरुद्याने त्वमसि भवतः पल्लवचयो
“धुरीणः कल्याणे तव जगति शाखाः श्रमहराः॥
“मुदे पुष्पोल्लेखः फलमपि च तुष्टयै तनुभृतां॥
“रसाल त्वां तस्माच्छ्रयति शतशः कोकिलकुलम् ॥૧.[૧]

મોહ૦ – સંસારે લેવડાવવી હોય તેટલી પ્રતિજ્ઞાઓ તે લેવડાવે. પણ યુવજનનાં હૃદયમાં સત્તા તો જેની છે તેની જ છે. મધુરી, ત્હારો ઉદ્ધાર તો એ દેવના અર્ચનમાં જ છે.

ભક્તિ૦– “આવી સુન્દર સુકોમળ દેહલતિકાને આવાં આવાં દુસ્તર સ્થાનોમાં ખેંચી લાવનાર પવન જેવા ભગવન મદન !

“हारो जलार्द्रवसनं नलिनीदलानि
“प्रालेवसीकरमुचस्तुहिनांशुभासः ॥
“यस्येन्धनानि सरसाणि च चन्दनानि
"निर्वाणमेष्यति कथं स मनोभावाग्निः॥ર.[૨]
[૩]“प्रासादीयति वैणवादिगहनं दीपीयति द्रात्त्कमः
“पर्यङकीयति भूतलं दृषदपि श्लक्ष्णोपधानीयति ॥

  1. ૧.હે રસાલ ! ઉદ્યાનમાં શ્રીમાન તું છે, ત્હારો પલ્લવ સમૂહ કલ્યાણમાં ધુરીને સ્થાને - અગ્રે -છે, ત્હારી શાખાઓ જગતમાં શ્રમહર છે; ત્હારાં પુષ્પોનો ઉલ્લેખ પ્રમોદ - આનન્દ - આપનાર છે; ત્હારું ફળ પણ શરીરધારીઓને તુષ્ટિ - સંતોષ- આપનાર છે; માટે જ, ઓ રસાલ,કોકિલોનાં ટોળાં સેંકડો સંખ્યાબંધ ત્હારો આશ્રય શોધે છે. ( પ્રકીર્ણ )
  2. ર.હાર, જળથી ભીનાં વસ્ત્ર, કમળપત્ર, ઝાકળના છાંટા વધાવનાર ચંદ્રકિરણ, અને સરસ ચન્દનઃ એ જેનાં કાષ્ટ છે તે મદનરૂપ અગ્નિ કેવી રીતે હોલાવાનો હતો? (બાણ)
  3. કામદેવને મહિમા કેવો નમસ્કાર યોગ્ય છે? તેનાથી વાંસનું વન મ્હેલ જેવું થાય છે, અંધકાર એકદમ દીવા જેવો થાય છે, પૃથ્વીનું તળીયું પલંગ જેવું થાય છે, પત્થર પણ સુંવાળા ઉશીકારૂપ થાય છે, કચરો કસ્તુરી થાય છે, ને બીજું શું કહીયે ? જે કામદેવના દૃષ્ટિપાતથી રસાવિષ્ટ યુવકયુગલ આવા ચમત્કાર – પરતા – અનુભવે છે તે દેવને નમસ્કાર કરવા યોગ્ય છે.(પ્રકીર્ણ).