પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૩


“कस्तूरीयति कर्दमः यूनो रसाविष्टयोः
"येनालोकितयो: स वन्द्यमहिमा देवो नमस्यः स्मरः ॥"

સર્વને ઉત્તર દેતી હોય તેમ કુમુદ લવી.

૧.[૧] “जलधर जलभरनिकरैरपहर परितापमुद्धतं जगतः
“नो चेदपसर दूरं हिमकरकरदर्शनं वितर ॥

મોહની –“ ભક્તિમૈયા, નવીનચંદ્રજી પાસે કોઈ એવી દૂતીને મોકલો કે તે તેને સ્પષ્ટ સમજાવે કે,

૨.[૨] “वितर वारिद वारि दवातुरे
“चिरपिपासितचातकपोतके ।
“प्रचलिते मरुति क्षणमन्यथा
"क्व च भवान् क्व पयः क्व च चातकः ॥”

નિદ્રામાં ને નિદ્રામાં હા ભણી ભક્તિમૈયા શાંત નિદ્રામાં પડી.


  1. ૧.હે જલધર મેઘ ! ગમે તો પાણીની મુસળધારો વર્ષાવી જગતના ઉદ્દત પરિતાપને હર ! અને તેમ તું ન કરે તો દૂર જતો ર્‌હે અને ચંદ્રકિરણનાં દર્શન કરવા દે. ( ચન્દ્રકવિ )
  2. ૨.હે મેઘ ! દ્વાગ્નિએ આતુર કરેલું આ ચાતકનું બચ્ચું ઘણા કાળથી તૃષિત છે ને પાણી ઝંખે છે તેને તું પાણી આપ. જો તે હાલ તું નહી આપે તો પછી સંસારના સંયોગ ક્ષણભંગુર છે, અને આ પવન વાઈ રહ્યો છે. તેથી ક્ષણમાં તું ક્યાં, ત્હારું પાણી કયાં ?અને આ ચાતક ક્યાં?–એવું થઈ જશે !(પ્રકીર્ણ )


પ્રકરણ ૨૦.
સખીકૃત્ય.*[૧]
“ Silence in love bewrays more woe,
“ Than words, though ne'er so witty.”
Sir W. Raleigh

પ્રાત:કાળ થયા પ્હેલાં પરિવ્રાજિકામઠનું સર્વ મંડળ જાગૃત થઈ ગયું હતું અને દંતધાવન (દાતણ) અને પ્રાતઃસ્નાન સર્વેયે સૂર્યોદય પ્હેલાં કરી લીધાં. ધોયેલાં ભગવાં વસ્ત્ર પ્હેરી સર્વ સાધુસ્ત્રીઓ પોતપોતાના પ્રાતઃ-કર્મમાં ભળી ગઈ. ભક્તિમૈયા વગેરે આપણું ઓળખીતું મંડળ “મધુરી”ને લેઈ વિહારમઠના કુન્જવનોમાં જવા


  1. *वैश्वासिकाज्जनाद्रहसि प्रयोगाञ्छास्त्रमेकदशं वा स्त्री गृह्नीयात् ॥ आचार्यास्तु कन्यानां प्रवृत्तपुरुषसंप्रयोग सहसंप्रवृद्धा धात्रेयिका तथाभूता वा सखी सवयाश्च मतृश्वसा विस्त्रव्धा तत्स्थानीया वृद्धदासी पूर्वसंसृष्टा वा भिक्षुकी स्वसा च । विश्वासप्रयोगात ॥ કન્યાએ કામતંત્રનો ઉપદેશ કેવાકેવા ગુરુપાસે લેવો તેમને આમાં ગણાવ્યા છે, એવા ઉપદેશ કરવાનો “સખી ” ને અધિકાર એમાં અપાયો છે।