પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૬
हरिमेकरसं चिर मभिलषितविलासम् ॥

–એવો ત્હારા ઇષ્ટ જનને મ્હેં તેના દૃષ્ટિપાતથી જોઈ લીધો છે. માટે આશા નિરર્થક ગણી બેસી ર્‌હેવું એ તને યોગ્ય નથી. ત્હારો ઇષ્ટ આવા જલનિધિ જેવો જ છે ને તું તેની ચંદ્રિકાજ છે તે તેણે તને જ પ્રથમ ક્હેલું હતું તે હજીય સત્ય છે.

કુમુદ કંઈક સ્મિત કરી બેલી “ વામનીમૈયા, તમારા કામતન્ત્રના સંપ્રદાય નથી મને આવડતા ને નથી મ્હારા ચંદ્રને, તમે ક્‌હો છો કે કર્તવ્ય ભુલી બેસી ર્‌હેવું નહીં પણ અમ સંસારી જનને તો તે બેસી ર્‌હેતાંજ આવડે છે, તમ સાધુજનનાં ઉચ્ચ જીવનમાં અમે ખારાં જળનાં મત્સ્ય ભળીયે તો અમારું મરણ થાય.”

બંસરી – નિરાશાએ ત્હારી આશાનું આવરણ કરેલું છે. પણ સ્ત્રીઓની હૃદયગુહા ઉપર જેમ લજજાનો પટ છે તેમ પુરુષની હૃદયગુહા ઉપર ગમ્ભીરતાનો કર્કશ લાગતો પટ છે, તે પટ ફાડી નાંખીશ તો પછી તને જણાશે કે તેના આભ્યંતર ભાગમાં તેનો સત્ય અગ્નિકુંડ હોલાયો નથી એ અગ્નિ તે એનો કામ, એની જવાળા તે એની ભાષા – એ સર્વે હાલ પ્રચ્છન્ન છે તે ઉઘાડ, એટલે ત્યાં ત્હારા હૃદયને પ્રતિધ્વનિ સંભળાશે, ત્હારા હૃદયના બિમ્બનું પ્રતિબિમ્બ દેખાશે, અને ત્હારું હૃદય જેના પ્રતિબિમ્બરૂપ છે તે બિમ્બ પણ દેખાશે. ત્હારા અને એના હૃદયના મર્મગ્રન્થિ ગુંચવાયા છે તે તે કાળે ઉકલશે. માટે તેમ કરવાનો માર્ગ લે.

[૧]"शृणु रमणीयतरं तरुणीजनमोहनमधुरिपुरावम्
कुसुमशरासनशासनबन्दिनि पिकनिकरे भज भावम् ॥
अनिलतरलकिसलयनिकरेण करेण लतानिकुरम्बम्
प्रेरणमिव करभोरु करोति गतिं प्रति मुञ्च विलम्बम् ॥

“ત્હારી પોતાની હૃદયગુહા પણ અનેક આવરણથી છવાઈ છે અને નવીનચંદ્રથી થયેલા અપ્રિયનો ડાઘ મધુરીના મધુર હૃદયના મર્મભાગમાંથી લ્હોવાતો નથી. તે લ્હોવાતો નથી અને પ્રકટ કરાતો નથી ત્યારે ત્હારી


  1. તરૂણીજનમનમોહન મધુરી જે પીયુ બંસી બજાવે;
    મદનની આણ, મદે કોયલડી ગજવે શુણ, સહી, ભાવે.
    ચંચલપલ્લવ પાણિથી તુજને પ્રેરે આ વનવેલી;
    માટે મેલી વિલમ્બ,સસંભ્રમ ચાલ અપટ અલબેલી,
    ગીતગોવિંદ.( રા. કે. હ. ધ્રુવ.)