પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૭૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૧


तप्तेन तप्तमयसा घटनाय योग्यम्[૧] કે બાહ્ય ઉપાધિ અને અંતરુપાધિ દૂર થવા છતાં ઘટન થયું નહી તો એમ સમજવું કે બેમાંથી એક પાસનું લોહ શીત હતું અને ઘટન નહી પણ વિઘટન જ શ્રી પરમ અલખને ઇષ્ટ ગણવું. તેમ થતાં અલખની ઇચ્છામાં આપણી ઇચ્છાને સંગમ પમાડવી અને મધુરીને મ્હારે માજી પાસે લેઈ જવી.

ભક્તિ – માજીની ઇચ્છા એવી હોય કે મધુરીને નવીનચંન્દ્રજીને જ સોંપવી તો તે તેમ કરશે.

મોહની – વિહારમઠ તેમને ઉદાર આશ્રય આપશે.

બિંદુ૦– હા, ને માશીમૈયાનું હૃદય લપશી પડશે તો તેને પણ એજ મઠ આશ્રય આપશે.

ચંદ્રાવલી ચ્હીડાઈ અને બિંદુમતીનો હાથ ઝાલી ખસેડી નાંખ્યો. સર્વ હસતાં હસતાં પાછળ ચાલ્યાં અને ચંદ્રાવલી અત્યંત ઉંડા વિચારમાં પડી આગળ ચાલી.


  1. ૧. તપેલા લેાહને તપલા લેહ સાથે ચેાગ યોગય છે. એ ઘટનનો પ્રયત્ન કરતાં એમ જણાય


પ્રકરણ ૨૨.
સૂક્ષ્મ શરીરનો સૂક્ષ્મ કામ.
“ True Love's the gift which God has given
“ To man alone beneath the heaven;
“ It is not fantasy's hot fire,
“ Whose wishes, soon as granted, fly;
“ It liveth not in fierce desire,
“ With dead desire it does not die;
“ It is the secret sympathy,
“ The silver link, the silken tie,
“ Which heart to heart, and mind to mind,
“ In body and in soul can bind.”
Scott's Last Mimstrel.