પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૫

પામતાં ધર્મપત્નીના કરપલ્લવનાં આશ્રયમાં રહી નિર્વાણ પામ્યો. શ્રીકૃષ્ણ ઉદ્ધવનો ઉપદેશ સાંભળ્યો તે એમના હૃદયમાં રહેલાં લક્ષ્મીજીએ હૃદયમાંથી સાંભળ્યો એવું માઘે વર્ણવ્યું[૧]છે તે ઉત્પ્રેક્ષા પણ આ સૂક્ષ્મપ્રીતિના બનેલા અદ્વૈતને જ ઉદ્દેશીને છે, જયદેવકવિજીના મુખની અષ્ટપદી પદ્માવતીના સૂક્ષ્મ દેહે જ સાંભળી હતી. સ્થૂલ વાસના ને પ્રીતિ વૃદ્ધાવસ્થામાં ક્ષીણ થાય છે, શારીરિક દુ:ખથી ગ્રસ્ત થાય છે, જીર્ણ થાય છે તેમ તેમ જીર્ણ ઈષ્ટજનનો મોહ છોડી અન્ય જનને ઈષ્ટ ગણવા લલચાય છે, ભોગાન્તે શ્રાન્ત કરે છે, અને શ્રાન્તિને અંતે પુનરુદ્દીપન કરી શ્રાન્તિ અને દીપનની ઘટમાળ ચલવ્યાં કરે છે, એમાં સ્થૂલ શરીરનું સત્વ નષ્ટ થાય છે, અને સૂક્ષ્મ શરીર મૂઢ થાય છે, અને જેમ જેમ કાળ જાય છે તેમ તેમ માત્ર વ્યસનીના વ્યસન જેવું શુષ્ક નીરસ અને પ્રસંગે દુઃખદ થઈ પડે છે સૂક્ષ્મ શરીરની વાસનાઓનાં લક્ષણ આ સર્વ વિષયમાં આથી વિપરીત જ ગણી લેવાં. આમરણાંત સૂક્ષ્મ પ્રીતિના જ્વાળા જ્વળી શકે છે, સુખદુ:ખમાં અદ્વૈત ર્‌હે છે, સર્વાવસ્થામાં અનુગુણ ર્‌હે છે, કાળ એને અસ્ત નથી કરતો પણ એનાં આવરણનો નાશ કરે છે, જેમ વધારે કાળ જાય તેમ એ પ્રીતિ પ્રીતિના સારરૂપે પરિણામ પામે છે, અને જરાવસ્થાથી વૃદ્ધ વયની વિકલતાથી તેનો રસ નષ્ટ થતો નથી એવું સત્યાનુભવી ભવભૂતિનું વચન છે સૂક્ષ્મ પ્રીતિ ધરનાર દમ્પતીના સૂક્ષ્મભેાગને સ્પર્ધાનું ભય નથી ને વ્યભિચારની અશક્યતા છે. આ સૂક્ષ્મ ભોગાન્તે શ્રાન્તિ નહી પણ શાન્તિ પ્રકટે છે એ કામનું દીપન ભોગથી હોલાતું નથી પણ તેની અખંડ જ્વાલા બળ્યાં કરે છે. દીવામાં જેમ તેલ અને પ્રકાશનો સતત સહચાર ર્‌હે છે તેમ સૂક્ષ્મ કામનો અને તેના ભોગનો સહચાર ર્‌હે છે, દીપન અને શાંતિનો સહચાર ર્‌હે છે, અને ભોગ અને પ્રીતિનો સહચાર ર્‌હે છે. શ્રી અલખના પરમ આનંદરૂપને આ સહચારના આનંદમાં એટલું સામ્ય છે કે સૂક્ષ્મ પ્રીતિના જીવનમાં અલખના પરાનંદનો બોધ અલખનું જ્ઞાન થતાં જાતેજ પ્રકટે છે; જેમ વાદ્યકળાના પ્રવીણ જન પાસે નવું વાદ્ય આવતાં તે વગાડવાની કળા તેનામાં તરત આવે છે, તેમ સૂક્ષ્મ પ્રીતિના અનુભવીને પરાનંદનું


  1. ૧. इति विशकलितार्थामौद्धवीं वाचमेनाम्
    अनुगतनयन्मार्गामर्गलां दुर्णयस्य ।
    जनितमुदमुदस्यादुचक्कैरुच्छितोर:-
    स्थलनियतनिषण्ण्श्रीश्रुतां शुश्रुवान् स: ॥ माघ.