પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬

at the hands of the proud indifference that reigns supreme within bosoms where my own dear business has no status !”

સુન્દર કંઈ સમજી નહીં. ગુણસુન્દરી સાંભળી રહી – નીચું જોઈ રહી. અધિકાર-જાળથી અદૂષિત સ્ત્રી - ચિત્તમાં સરસ્વતીચંદ્ર ઉપરની પવિત્ર પ્રીતિના આ સ્વતંત્ર સંસ્કારનો પ્રતિધ્વનિ થયો. પોતાના સ્વામીને માથે આવેલો આરોપ અયોગ્ય છે એમ ક્‌હેવાયું નહી.

ચંદ્રકાત હસ્યો.

“ મ્‍હારું ચાલે તો પ્રધાનજીને પુછું કે –

[૧]“*वैखानसं किमनया व्रतमाप्रदानात्
“ व्यापाररोधि मदनस्य निषेवितव्यम् ।
“ अत्यन्तमेव सद्दशेक्षणवल्लभाभिर्
" आहोनिवत्स्यति समं हरिणाङ्गनाभि: ॥

“Here is an angel that can shake to the roots the foundations of society in my beloved Bombay, and revolutionize the fortunes of her sex in that my city of Gods, if only He – He would stoop - stoop to conquer – her.”

“That's pretty nearly impossible: He won't stoop any longer.”

એકદમ એનો સ્વર બંધ થઈ ગયો. તે આરામ ખુરશીમાં ડુબી ગયો અને તેના મનમાં મૂક વિચારભાષા ઉદય પામી.

“I have committed a serious blunder. This loud soliloquy is a bad habit : out of place, out of time, and out of tune in this land of intellectual and sentimental bondage. Nay ! we, Bombay fools, have loose and quarrelsome tongues and restless verbosity from which these men here who study and practise the ways of the business of life, are quite free, and their art is worth acquiring,


  1. * શાકુન્તલ.