પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૦૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૮
"[૧]यट्टीचीभिः स्पृशसि गगनं यच्चपातालमूलम्
रत्नैरुद्दीपयसि पयसा यत्पिधत्से धरित्रीम् ।
धिक् सर्वं तत्तव जलनिधे यद्विमुच्याश्रुधाराः
तीरे नीरग्रहणरसिकेनाध्वगेनोझ्झितोऽसि ॥

“સર્વ સાધુસ્ત્રીઓ તમારી સૂક્ષ્મ માનસિક પ્રીતિનો જ ફ્લોદય ઇચ્છે છે. સ્થૂલ પ્રીતિનો વિચાર તેમનાં હૃદયમાં લઘુમાત્ર છે. હે રાજહંસ ! તમે માત્ર અશરીર માનસપ્રીતિના માનસ સરોવરની જ કમલિનીને જ તમારા સૌહૃદથી સનાથ કરો તો તેટલું બસ છે. પરિવ્રાજિકામઠની અધિષ્ઠાત્રી તમને ક્‌હાવે છે કે.–

"[૨]कच्चिदेव समयं समागतं
त्वां न विस्मरति शश्वदम्बुजम् ॥
मानसे विहर हंस मानसे
मा विमुञ्च पुनरस्य सौहृदम् ।।

“વિહારમઠની અધિષ્ઠાત્રી અનેક તંત્રોના વિચાર કરી નિર્ણયપૂર્વક ક્‌હાવે છે કે–સંસારમાં પરમ અલખના અસંખ્ય લખ ખેલોમાંથી તમને જે આશય પ્રિય હશે તે રમણીય જ હશે. તમારું અલખ બોધન અને લખ તૃપ્તિ ઉભય રમણીય જ થયાં. તો પણ મધુરીની માનસ પ્રીતિ વિના ન્યૂનતા છે.

"[૩]सैव सेव सरसी रमणीया
यत्र यत्र वलते तव रागः ।
राजहंस रसिक स्मरणीया
श्रीमता तदपि मानसकेलिः ॥

  1. ૧. મોજાવડે તું ગગનનો સ્પર્શ કરે છે, રત્નો વડે તું પાતાળને પ્રકાશિતકરે છે, અને ધરતીનું તું આચ્છાદન કરે છે; ત્હારા એ સર્વ પરાક્રમને ધિક્કાકાર છે-કારણ પાણી લેવાનો રસીયો પ્રવાસી ત્હારા તીર ઉપર અાંસુની ધારાઓ મુકી ત્હારો ત્યાગ કરે છે (પ્રકીર્ણ).
  2. ર. હે હંસ ! માત્ર થોડો સમય અા કમળને ત્હારો સમાગમ થયો હતો;તેટલામાં તો નિત્ય કાળ સુધી તે તને ભુલતું નથી, માટે માનસ (સરોવર)માં વિહાર કર - રે – માનસમાં વિહાર કર, પણ આવી મિત્રતાનો ત્યાગન કરીશ. ( પ્રકીર્ણ).
  3. ૩. જેના જેના ભણી ત્હારી પ્રીતિ વળે છે તે તે જ સરસી (સરોવ૨)રમણીય છે; તો પણ હે રસિક રાજહંસ, તું શ્રીમાન્ છે. તેણે માનસક્રીડાસ્મરવી જોઈયે છીયે. ( પ્રકીર્ણ )