પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦૧


જેવાં ચતુર વિદ્વાન્ રસિક જ્ઞાનિ ઉદાત્ત હૃદયોના મનોરથ જ જાણી દેખાડી શકે છે. દ્રવ્ય, અધિકાર, આદિ શક્તિયોવાળામાં આ મનોરથ જાગે છે ત્યારે અદ્ભુત રૂપ ધરે છે. એવા મનોરથ ધરનાર મહાશય મનની ઇયત્તાને ચંદ્રાવલી તો શું પણ સમર્થ ગુરુજી વિષ્ણુદાસ કે સ્મૃતિ કે શ્રુતિ કઈ પણુ તુલિત કરી શકે એમ નથી. તેમને તેમ તુલિત કરવાનું સાધન જ નથી.

[૧]वासरगम्यमनूरोरम्बरमवनी च वामनैकपदा ।
जलधिरपि पोतलङ्घ्यः सतां मनः केन तुलयामः ॥

એનું કારણ એ જ કે મનુષ્ય પોતાને માટે મનોરથ બાંધે છે તેના કરતાં અનેકધા સંધાન પામેલા તેમને માટે સજજનોએ બાંધેલાં મનેરથ વિભુ હોય છે.

[૨]नाल्पीयसि निबध्नन्ति पदमुन्नतचेतसः ।
येषां भुवनलाभेऽपि निःसीमानो मनोरथाः ॥

એવા પરોપકારી સજ્જનોના મનોરથ, કોનું કલ્યાણ કરવું, કોનું કલ્યાણ કરવું, તે કેમ કરું, ક્યારે કરું, ઇત્યાદિ ચિન્તાઓ રૂપ પાંખો ઉપર બેસી અપ્રતિહતપણે ફર્યા કરે છે.

[૩] सन्तोऽपि सन्तः क्व किरन्तु तेजः
क्व नु ज्ज्वलन्तु क्व ननु प्रथन्ताम् ।
विधाय रुद्धा ननु वेधसैव
ब्रह्माण्डकोणे घटदीपकल्पाः ॥

  1. ૧. આકાશમાં અરૂણ એક દિવસમાં પ્રવાસ કરી ર્‌હે છેઃ પૃથ્વીને વામને એક પગલે ભરી દીધી; સમુદ્રનું લંઘન પણ નૌકા કરે છે પણ સત્પુરૂષોના મન શાનીવડે શાનીસાથે તોળીયે ? પ્રકીર્ણ
  2. ૨. મ્હોટાં ચિત્તવાળાએાને ભુવનલાભ થાય તે પણ તેમના મનોરથોની હદ આવતી નથી, તેઓ અલ્પ પદાર્થમાં પોતાના પદને બન્ધન પામવાદેતા નથી. પ્રકીર્ણ
  3. ૩. જેટલા સત્પુરૂષો છતમાં છે તેમની વાત કરીયે તો પણ તેઓ પોતાનું તેજ કયાં વેરે ? ક્યાં જ્વલમાન થાય ? કયાં વિસ્તારવિકાસ પામે, વારૂ? તેમને બ્રહ્માએ ઉત્પન્ન કર્યો છે ખરો પણ દીવો સળગાવી તેને ઘડામાં રુંધી રાખીયે તેમ એ બ્રહ્માએ તેમને ઉત્પન્ન કરી બ્રહ્માણ્ડરૂપ ખુણામાં કેદ કરી રાખ્યા છે ને પોતાનું તેજ બહાર ક્‌હાડવા દેતો નથી. બાકી એ સત્પુરૂષોની જ્વાલાઓ તો બ્રહ્માંડ ભેદીને પણ 'ચાલે તો બ્હાર નીકળું નીકળું' કરી ર્‌હેલી છે. (પ્રકીર્ણ )