પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦૨


પરોપકારના મનોરથના વિષય આવા સીમવિનાના અને અસંખ્ય છે તેની મર્યાદા માત્ર પરોપકારી જનની અવસ્થા વડે વધે છે ઘટે છે. જનક જેવા રાજા શુક મુનિનું તેમ ઇન્દ્રનું કલ્યાણ કરવા સમર્થ હતા ત્યારે ચન્દ્રાવલી માત્ર રંક મધુરીનું કલ્યાણ કરવા આટલો પ્રયાસ કરી શકે છે ને વધારે કરવા તેની શકિત નથી. આ જ નવીનચંદ્રજી કોઈ ઉચ્ચ પદ ઉપર હોય તે કેટલાનું કલ્યાણ કરી શકે?”

સરસ્વતીચંદ્રે નિઃશ્વાસ મુક્યો.

ચન્દ્રા૦—“તમારી દશા બદલાશે તેમ ધનલોભીના લોભ પેઠે તમારા પરોપકારી મનોરથ બદલાશે.

[૧]परिक्षीणः कश्चिःस्पृहयति यवानां प्रसृतये
स पश्चात्सपूंर्णो कलयति धरित्रीं तृणसमाम् ।
अतश्चानैकान्त्यान्दुगुरुलघुतयार्थेषु धनिनाम्
अवस्था वस्तूनि प्रथयति च संकोचयति च ॥

પોતાની અવસ્થા પ્રમાણે પરોપકારીના મનોરથ ન્હાના મ્હોટા હોય છે. જેમ કે રંક ગાય જાતે કંઈ પરોપકાર કરવા અશક્ત છે પણ તેનું દહન કરનારને આનંદથી અમૃત આપે છે અને દોહકની અનેકધા કામધેનુ થાય છે. જતા આવતા સર્વ પથિકજન, કૃમિગણ, પથિગણ આદિ ઉપર ઉપકાર કરી શકનાર વૃક્ષ છે – તે દોહનની અપેક્ષા રાખ્યા વિના સામીપ્ય માત્રથી જ ઉપકાર કરે છે. મૂળથી મુખસુધીનો પ્રદેશ ઉપર વસનાર આવનાર સર્વ પ્રાણીને નદી ઉપકૃત કરે છે, પોતાની પાસે કોઈ ન આવે પણ પોતે જ ઉપકાર્ય જનોના પ્રદેશના શિર ઉપર ચ્હડી ઉપકાર કરતો જાય એ મેઘનું કૃત્ય નદીના કૃત્ય કરતાં વિશેષ છે. મેઘ તો વર્ષમાં ચાતુર્માસથી જ વર્ષે પણ ચન્દ્રના ઉપકાર તો બારે માસ છે. ચન્દ્રના ઉપકાર કલાવાન્ વૃદ્ધિક્ષયના પાત્ર છે, પણ સૂર્યના ઉપકાર તો સર્વદા સમાન અમેય છે. મેઘ, ચન્દ્ર, ને સૂર્ય સ્વયુગે ઉપકાર કરનારનાં ઉત્તરોત્તર દૃષ્ટાંત


  1. કોઈ મનુષ્ય દ્રવ્યાદિથી હીન અને દરિદ્ર થાય છે ત્યારે માત્ર જવની મુઠી ઈચ્છે છે; એવો વખત આવે છે કે એને એ માણસ પાછળથી આખી પૃથ્વીને તૃણ જેટલી ગણે છે, માટે દ્રવ્યવાન જનોનાં દ્રવ્યના વધારે એાછાપણા પ્રમાણે અનેક પરિણામ થાય છે અને તેથી જણાય છે કે મનુષ્યની અવસ્થા વસ્તુઓને ન્હાની મ્હેાટી કરેછે. ભર્તૃહરિ.