પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦૩


છે.[૧]નવીનચંદ્રજી, એ સર્વ પપકારીયોનો આશય તેમની અવસ્થા પ્રમાણે સંકોચવિકાસ પામે છે–તેમાં અલખનાં યોગીઓને આશય, સંસારના ભ્રષ્ટાચારથી દૂર રહી, માત્ર વૃક્ષના જેવા ઉપકાર કરવાથી તૃપ્ત થાય છે.

[૨]छायावन्तो गतव्यालाः स्वारोहाः फलदायिनः
मार्गद्रुमा महान्तश्च परेषामेव भूतये ।।

નવીનચંદ્રજી, સંસારની સમૃદ્ધિથી શૂન્ય અને સંસારના વ્યવહારના અજ્ઞ પણ સદ્વિધામાં, સદ્રસમાં, અને સદ્ગતિમાં સમૃદ્ધ અને વ્યૂઢ એવા આ ગિરિરાજ ઉપરના સાધુસમાજના આશય, મહારાજ મણિરાજને જેવા પ્રિય છે તેવા, તેની રંક અજ્ઞ પ્રજાને પણ પ્રિય છે – પ્રિય છે તે એટલા માટે કે તેમાં તે સર્વને વિશ્વાસ છે અથવા–

[૩]विष्वक्तपोवनकुमारसमर्प्यमाण-
श्यामाकतण्डुलहृतां च पिपीलिकानाम् ।
श्रेणीभिराश्रमपयथाः प्रथमानचित्र-
पत्रावलीवलयिनो मुदमावहन्ति ॥

નવીનચંદ્રજી, જે આશ્રમમાં આમ કીડીયોને અન્ન આપી તૃપ્ત કરવાનો રમણીય મુદિત આશય પ્રવર્તે છે ત્યાં એવી આપ જેવા ચન્દ્ર શું મ્હારી ચકોરીને તૃપ્ત શાંત કરવાની ના પાડશો ?

સર૦– તેના આશય પણ ઉચ્ચ જ હશે.


  1. ૧. रविश्चन्द्रो घना वृक्षा नदी गावश्च सज्जनाः
    एते परोपकाराय युगे दैवेन निर्मिताः ॥
  2. ૨. માર્ગ ઉપરના વૃક્ષ અને મહાત્માઓ પારકાના ક૯યાણને માટે જ જીવે છે, તપ્ત પથિકને માટે તેમની પાસે છાયા છે – તે તપ્ત જનને આકર્ષે છે, તેમનામાં સર્પ કે એવા ભયંકર ગુણ કે પદાર્થ નથી કે જેને લીધે તેમની પાસે આવેલા શરણાર્થી પસ્તાય, તેઓ જાતેજ ઉગેલા હોય છે – તેમને માટે કોઈ માળીને કે ખેડુને ચિન્તા કરવી પડી નથી, અને કોઈની પાસે ઉપકાર લીધા વિના તેએા ફળદાતા થાય છે. (પ્રકીર્ણ )
  3. ૩. આશ્રમોના માર્ગોમાં કીડીયો ઉભરાતી ચાલે છે; તપોવનના કુમારો સામાના ચોખા તમને માટે વેરે તે ચોખા લઈ આ કીડીયોની હારો આ માર્ગો ઉપર ચોપાસ ચાલે છે અને વિસ્તાર પામતાં ચિત્ર પત્રાવલીએાનાં કુંડાળાં જેવી આ હારો લાગે છે: એવા રમ્ય આશ્રમમાર્ગ આનન્દભેાગ આપે છે. (પ્રકીર્ણ)