પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧૩

Sweet angel at my helm ! I shall neither crush thee with news which can only make thee writhe, nor insult thee with idle conceptions of what thou art not, but shall see thee as soft and sweet and pure as thou always hast been. And if my love believes thee to be that, what fear can my heart harbour from thee and thy soul? Ah ! Whither am I drifting ? Sweet Kumud”!

“My soul is an enchanted boat
That, like a sleeping swan, doth float
Upon the silver waves of thy sweet singing,
And thine doth like an angel sit
Beside the helm conducting it.”[૧]

“ગુણસુન્દરીના હૃદયની પ્રતિમા ! સૌભાગ્યદેવીના પવિત્ર પક્ષપાતના પાત્ર ! તું જે માર્ગે મને પ્રેરીશ તે સુન્દર અને ધર્મ્ય જ હશે ! ત્હારી વાસનાનું ગાન મ્હારા કાનમાં સંભળાય છે અને તે પવિત્ર જ છે!”

એના કાનમાં સંભળાયલું ગાન આજ ફરી સંભળાવા લાગ્યું: ચક્ર પેઠે ચારે પાસ ફરવા લાગ્યું.

“વાંસલડી વાજે ! જોગીડા ! તું વાંસલડી વાજે !
X    X    X    X    X    X    X
લખ્યા લેખ મિથ્યા નહી થાયે,
સંસારિણી જોગણ થઈ જાયે ! વાંસલડી૦
જોગીડા ! તું સમશ્યામાં ગાજે,
જોગણ આવી સાંભળશે સાંજે ! વાંસલડી૦
મોરલીમાં સ્નેહભર્યું વાજે,
અવ્યક્તનું વ્યંગ્ય બધું ગાજે. વાંસલડી૦
વાંસલડીમાં લખનું અલખ વાજે,
મ્હારા ત્હારા અદ્વૈતને ગાજે ! વાંસલડી૦
અલખ તુજ સૂક્ષ્મ સનાતન જે,
કુમુદને તું તેમાં પરોવ્યાં જજે ! વાંસલડી૦
હું, તું, ને અલખ સનાતન, એ

  1. ૧. Shelly.