પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧૪


ત્રણે રાસ અદ્વૈતમાં જ રમે ! વાંસલડી૦
હૃદય આ અલખ રસે નાવ જ છે,
નાવિક તેમાં ચતુર તું સાવધ છે : વાંસલડી૦
જિવ્હાને દાંતની ભીતિ તે શી ? .
કુમુદને સ્પર્શ નહી જ શશી ! વાંસલડી
જામે જ્યાં જગતમાંહી રાતલડી,
પ્રદક્ષિણ[૧] એકાંત કરતો શશી, વાંસલડી૦
પ્રભા એની ચોમગ ચળકે જયાં,
રંક કુમુદ જ વિકસે ત્યાં. વાંસલડી૦
નહી ચંદ્ર ભોગ કુમુદને ધરે,
કુમુદ એના શીલનથી જ હસે; વાંસલડી૦
એવો યોગ સાધુજનોને ગમે,
એવે સમે શમદમ સાથે રમે, વાંસલડી૦
સુન્દરગિરિ સુન્દર યોગ રચે,
મ્હારા ત્હારા હૃદયનો રાસ મચે, વાંસલડી૦
સંસાર આ અધર્મ ને ભ્રષ્ટ પડ્યો,
છુટ્યાં ત્યાંથી, ઉદ્ધાર ઈશે ઘડ્યો. વાંસલડી૦
સંસાર એ છોડી, છુટ્યાં બે છીયે;
જવું પાછાં તેમાં નથી કદીયે. વાંસલડી૦
સુન્દરગિરિ સન્તસમાગમ દે;
લતાકુંજ એકાંત આશ્રમ દે, વાંસલડી૦
વિકારથી શૂન્ય વિહારો વહે,
પવન પેઠે ધીર ને શાંત સરે, વાંસલડી ૦
વ્હાલા ચન્દ્ર ! ત્યાં હું સુગન્ધ વહું,
વિકસું ને સચેતન હૃદય ધરું, વાંસલડી૦
પાંખડીયો આ ફરફર થાતી ખીલે;
રસિકના સૂક્ષ્મ રસોને ઝીલે ! વાંસલડી૦
અખંડ સચન્દ્ર એ રાત રહો !
અલખ પ્રીતિ કુમુદની અચળ રહો. વાંસલડી૦”

રાધેદાસ ચન્દ્રાવલી જોડે વાત કરવામાં રોકાયો હતો.તે પાછો આવ્યો એટલે આ સૃષ્ટિ શાંત થઈ.


  1. પ્રદક્ષિણા