પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨૩


વિષ્ણુ૦– પરમાત્માના વિશ્વરૂપમાં - અલખના લખરૂપમાં - ગ્રહો અંશભૂત છે અને તેમનાં નાડીચક્રોનું મૂળ પરમાત્માની ઇચ્છા સાથે જ સંધાયું છે અને એ નાડીચક્ર ઉપર અને આપણાં સર્વના ઉપર એ પરમ ઇચ્છા ઈશરૂપે - નિયન્તારૂપે-પ્રવર્તે છે, યોગશાસ્ત્રનાં, ગ્રહોનાં અને નક્ષત્રોનાં, અને એવાં અનેક નાડીચક્રો સર્વે લખ સંસારનું અદ્વૈત આપણી દૃષ્ટિમાં પ્રત્યક્ષ કરાવી શકે છે, પણ એ દષ્ટિ આ ચર્મચક્ષુથી ભિન્ન છે.

શંકા૦- પણ ગ્રહોપગ્રહની શુદ્ધ સ્થિતિ આપણા લેાક ક્યાં જાણતાં હતા ? આપણા લોક સૂર્યને ફરતો માનતા, હાલની વિદ્યાથી પૃથ્વી ફરતી મનાય છે, અને ગ્રહો તો ઘણાક નવા શોધાયા છે. એ સર્વના અજ્ઞાનને કાળે બાંધેલાં જાતક–તાજક તો ભ્રાન્તિરૂપ જ હોવાં જોઈએ.

વિષ્ણુ૦– અલખ રહસ્યનું શાસ્ત્ર અલખના જેવું એક અને નિત્ય છે. અલખના લખરૂપનાં શાસ્ત્રપ્રકરણ અનેક અને અનિત્ય છે, કારણ લખજ્ઞાન વ્યક્તિયોની દૃષ્ટિઓનાં મીલનોન્મીલન અને ગ્રહણશક્તિઓના ઉપર આધાર રાખે છે. નક્ષત્રશાસ્ત્ર સ્વરાજ્યનાશ પછી આ દેશમાં કુણ્ઠિત થયું છે તે અન્યત્ર વૃદ્ધિ પામ્યું હશે. એ વૃદ્ધિથી લક્ષણ ફેરવવાં પડે પણ નવા અને જુનાઓ ઉભયના લક્ષિત પદાર્થ લક્ષ્ય કર્યા વિના લક્ષણ ફેરવાતાં નથી, અને ગ્રહોપગ્રહોનાં નાડીચક્રોને સંબંધે નવા શોધ થયા હોય તો આપણો લખમાર્ગ તેને પ્રતિકૂળ નથી. એ શોધનથી આપણાં ગણિત ફરે તે સ્વાભાવિક છે પણ અપૂર્વ અનુભવથી જે નિયમો લક્ષ્યદ્રષ્ટાઓએ શોધી ક્‌હાડ્યા છે તે સ્વપ્નજાળ જેવા છે એવો વાદ કરવો સુલભ છે પણ અનુભવથી સિદ્ધ કરવાની વાતો તો જાતે જ સ્વપ્નજાળ જેવી છે. પૃથ્વી ગોળ છે કે નહીં અને સૂર્ય ફરે છે કે નહીં ઇત્યાદિ પ્રશ્નો આપણું લક્ષ્યદ્રષ્ટાઓને સુઝયા હતા.*[૧] અને તેમના અનુયાયી પંડિતોની દૃષ્ટિ લક્ષણદર્શનથી તૃપ્ત થઈ કુણ્ઠિત થઈ ન હત તો લક્ષ્યદૃષ્ટિ પરિપાક પામત અને તમારા પ્રશ્નનું સમાધાન થાત. †[૨] જાતક–તાજકમાં


  1. * A Siddhanta declares that the earth is round and unsupported in space. × × Aryabhatta seems to have reached by independent observations the knowledge of the earth's movement on its axis and to have availed himself of the science of his time in calculating the precession ofthe equinoxes and the length of the orbital times of planets : Astrological Self-Instructor, by B. Suryanarayana Row, B. A. of Bellary.
  2. †The astronomical tables found in the possession of Tiruvallore astronomers, and taken to France in the last century, have now been found to be correct than those given out by the best of the astronomers of the present day. “Fibulous ” cycles of years given by the Hindu astronomers in their almanacks have been receiving greater and greater confirmation from the hands of the geologist and the psychologist, × × × I do not think I have put forth any wild theory which requires to be knocked down at once by young men who treat so lightly our sciences, without the least effort on their part to go into their details. A congress of the Rishis seems to have been held with the object of thoroughly investigating the physical phenomena, and at its head stood Maharshi Matanga with Son bhari for his assistant. They framed more than a hundred thousand Sutras × × In the portion of the work I have seen the Sutras relate to Sondamini or electricity and magnetism. It also gives the composition of the sun, the planets, the earth, etc. -Suryanarayana Row.