પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૩૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨૪

ભુલો હશે માટે તેને નિરાધાર ક્‌હેનારે પોતાની ગ્રહસ્થિતિ જાણી વેળોવેળા પોતાના ઇતિહાસ સાથે સરખાવવી અને તેમ કર્યા પછી એ શાસ્ત્રના સત્યાસત્યનો નિર્ણય કરવો એ જ ન્યાય્ય છે. શંકાપુરી, જાનકીદાસ પાસે તમારી જન્મપત્રિકા કરાવો અને એ શાસ્ત્રનું અધ્યાપન અને તેના અનુભવ કરી પછી આ પ્રશ્ન પુછો.

શંકા૦- નવીનચંદ્રજીનો ફલાદેશ શો છે અને શા ઉપરથી આપે ક્‌હાડ્યો ? તેના જન્માક્ષર તો આપની પાસે હશે નહી.

વિષ્ણુ૦– પ્રશ્નલગ્ન ક્‌હાડી, મ્હારી પોતાની જન્મકુંડલીના સંયોગો સાથે મેળવી, સઉ કર્યું અને તેથી સ્પષ્ટ થયું કે આ પુરુષને યૂપયોગ છે.

શંકા૦- તેનું ફળ શું ?

વિષ્ણુ૦- જાનકીદાસ, આમની જિજ્ઞાસાને તૃપ્ત કરો.

જાનકી૦–

धीरोदारो यज्ञकर्मानुसारो
नानाविद्यासद्विचारो नरो वै ।
यस्योत्पत्तौ जायते यूपयोगो
योगो लक्ष्म्या जायते तस्य नूनम् ॥

તેમાં વળી ગુરુ બીજા સ્થાનમાં હોય તો વિશેષ ફળ એવું છે કે,

सद्रूपविद्यागुणकीर्तियुक्तः
संत्यक्तवैरोऽपि नरो गरीयान् ।
त्यागी सुशीलो द्रविणेन पूर्णो
गीर्वाणवन्द्ये द्रविणोपयाते ॥