પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૪૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩૪

અલક્ષ્યના ઉદ્દબોધનને માટે જ પ્રવૃત્તિ કરે છે અને આજ્ઞાથી એ ઉદ્દબોધન થતું નથી, પણ ઘરમાંના બાળકને બારી બ્હારથી સાદ કરીયે ને તે પોતાની પ્રીતિથી ને જિજ્ઞાસાથી બારી આગળ આવી બોધ પામે તે માર્ગનું જ અનુકરણ અમે કરાવીએ છીયે. માટે મ્હારી ઇચ્છાનાં કારણ જાણી લ્યો. નવીનચંદ્રજી, ચિરંજીવશૃંગનું માહાત્મ્ય એવું છે કે ત્યાંનો અધિકારી અને નિવાસી ગમે તો સિદ્ધદર્શન કરે છે, ગમે તો જાતે સિદ્ધ થાય છે, ગમે તો ચિરંજીવ સુકૃત કરે છે, ગમે તે લોકકલ્યાણને માટે ચિરંજીવ થાય છે. અને ગમે તો આ વસુન્ધરાના પ્રાચીન ચિરંજીવ મહાત્માઓનું દર્શન કરે છે. કોઈ મહાત્માઓને ત્યાં તુરીયાવસ્થા પ્રાપ્ત થાય છે. કોઈ મહાત્માઓ ત્યાં જાગૃત અવસ્થામાં સર્વ પ્રત્યક્ષ કરે છે. કોઈ કલ્યાણ સ્વપ્નોમાં સર્વ પ્રત્યક્ષ કરે છે અને કોઈને ત્યાં પરમ સુષુપ્તિ થાય છે અને તેના બળથી સુતેલો જીવ ત્રિવિધ તાપમાંથી મુક્ત થઈને જ પાછો જાગે છે. અનેક ઉત્તમ વૃદ્ધ મહાત્માઓના નિવાસથી ચિરંજીવશૃંગ સિદ્ધ થયું છે અને આવાં પરમકલ્યાણ કરવા સમર્થ થયું છે. એ શૃંગ ઉપર હું તમને આજ રાત્રિથી નિવાસ આપું છું એ નિવાસનું ફળ પ્રાપ્ત કરવાના અધિકારમાં કે માર્ગમાં કોઈ વિધિ હોય તો તેને દૂર કરવાને માટે મ્હારી યોગસ્થ અવસ્થા તમને કંઈ અપૂર્વ સિદ્ધાંજન પ્રાપ્ત કરાવવા યથાશક્તિ પ્રયત્ન કરશે. આ સર્વે ફળ માટે હું તમને ચિરંજીવશૃંગ ઉપર ઉચિત કાળ નિવાસ આપવા ઈચ્છું છું.

સર૦– આપની કૃપા દિવસે દિવસે વધે છે અને મ્હારી શક્તિ તથા યોગ્યતા કરતાં આપ મને વધારે અધિકારી ગણો છો.'

વિહાર૦– એ તો ગુરુજીના અધિકારની વાત, તેમાં આપણે પ્રશ્ન ઉઠાવવા યોગ્ય નથી. એમણે આપેલા અધિકારને આપ વિશેષ ગણશો તો શંકાપુરી તેને પોતાને મળેલા અધિકારને ન્યૂન ગણશે અને સાધુઓની અવ્યવસ્થા થશે.

સર૦- ઈશ્વર એ અવ્યવસ્થાને આવા સુવ્યવસ્થિત સ્થાનમાંથી દૂર રાખે ! પણ મ્હારા મનમાં બે ચાર વાતનું સમાધાન ગુરુજીની પાસેથી લેવાનું છે; કારણ હવે મળવાના અવકાશમાં તેનો ઉપયોગ કરવો પડે એમ છે.

વિષ્ણુ૦- તે પુછવાનો તમને અધિકાર છે, અન્ય અધિકારીયોના પ્રશ્નો ઉપર જ્યારે આપણે નિયન્ત્રણ મુકીયે છીયે ત્યારે ઉત્તમાધિકારીયોને સર્વ પ્રશ્ન પુછવાનો અધિકાર છે.

સર૦- ત્યાગ શ્રેષ્ઠ કે ગૃહસ્થપદ શ્રેષ્ઠ ? ત્યાગનો અધિકારી કોણ અને