પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪૧


“योनिकोटिसहस्त्रेषु सृतीश्चास्यान्तरात्मनः ॥
"अधर्मप्रभवं चैव दुःखयोगं शरीरिणाम्
“धर्मार्थप्रभवं चैव सुखसंयोगमक्षयम् ॥
“सूक्ष्मतां चान्ववेक्षेत योगेन परमात्मनः ।
“देहेषु च समुप्तत्तिमुतमेष्वधमेषु च ॥
“दूषोतोपि चरेद्धर्म यत्र तत्राश्रमे रतः ।
"समः सर्वेषु भूतेषु न लिङ्गं धर्मकारणम् ॥
"उच्चावचेषु भूतेषु दुर्ज्ञेयामकॄतात्मभिः ।
"ध्यानयोगेन संपश्येन्दतिमस्यान्तरात्मनः ॥

“સંન્યાસીને માથે તેના આશ્રમ પ્રમાણે આવા ધર્મ છે. મધપુડામાંથી મધ લેઈ લીધા પછી તે નકામો થાય છે તેમ શાસ્ત્રનાં રહસ્ય જાણી લેનાર સંન્યાસીને પુસ્તકમાત્ર નકામાં પડે છે. પરમાત્માને પામી તે કૃતકૃત્ય થાય છે. પણ તેટલું કરી બેસી ર્‌હેવામાં તેના આયુષ્યનો ધર્મ સમાપ્ત નથી. પણ પ્રવ્રજિત જને સંસારમાં સ્થાનેથી સ્થાને અને ગ્રામથી ગ્રામે પ્રવાસ કરવાનું છે અને તે પ્રવાસમાં તમને મનુનાં વાક્ય કહી બતાવ્યાં તેમાંના ધર્મ પાળવાના છે. એ વાક્યોમાં સંન્યસ્તચર્યાવાળાએ સંસારમાંના પદાર્થો જાતે લક્ષ્ય કરવા. જાતે તેનું અવલોકન કરવાનું છે, જાતે તેના વિચાર કરવાના છે, જાતે શોધન કરવાનું છે, સર્વ ભૂત ઉપર સમતા રાખવાની છે, અને પરમાત્માની સૂક્ષ્મમતા અનુભૂત કરવાની છે. પરમાત્માની જે ગતિ અનાત્મવાન્ જનને અજ્ઞેય છે તે આવા ત્યાગીએ જોવાની છે અને સંસારને બોધવાની છે. ત્યાગીને માટે આ ધર્મ લખ્યા છે અને તે પછી સંસારના ઉદ્ધારને માટે સંસારમાં એના અનુભવોના ઉદ્દાર અને ઉદ્દબોધન કરવાનાં છે. કૃતકૃત્ય ત્યાગીને શિર પણ લોકકલ્યાણના આવા ધર્મ પ્રાચીન કાળથી મુકાયા છે, અને સંસારી તેમ ત્યાગી ઉભયને શિર એ ધર્મનું બંધન આયુષ્યપર્યન્ત અનિવાર્ય છે.

"સંસારીયોનાં ધર્મશાસ્ત્ર અસંખ્ય દેશકાળના વિચારોથી બંધાયાં છે ત્યારે લક્ષ્યધર્મસંગ્રહ માત્ર સર્વ દેશકાળની સનાતન સાધુતાના જ વિચારથી રચાયા છે. સંસારીયોના મુખ્ય ધર્મ જેમ પંચમહાયજ્ઞમાં સમાપ્ત થાય છે તેમ સાધુતાના ધર્મ પણ પંચમહાયજ્ઞમાં જ સમાપ્ત થાય છે, પણ સંસારીયોના યજ્ઞ સ્થૂલ સામગ્રીથી યજાય છે અને યજ્ઞદર્શન સંસારને લક્ષ્ય થાય છે ત્યારે સાધુઓના યજ્ઞ તેમનાથી