પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૫૬


તેથી દેવશબ્દનો પ્રયોગ સાત્ત્વિકબુદ્ધિસત્ત્વનું વાચક [૧] થાય છે. આ બુદ્ધિસત્વની તૃપ્તિમાં જ દેવોની તૃપ્તિ છે માટે તે ઉભયની તૃપ્ત્યર્થે માંડેલા યજ્ઞને દેવયજ્ઞ ક્‌હે છે. ચક્ષુ આદિ ઇન્દ્રિયોએ પ્રત્યક્ષ કરેલાં સત્ય તે સત્ય નથી, પણ સાત્ત્વિક બુદ્ધિસત્ત્વને જે પ્રત્યક્ષ થાય તે જ સત્ય છે, માટે શ્રુતિ ઉચ્ચારે છે કે

[૨]"सत्यमेव देवा अनृतं मनुष्या इदमहमनृता-
“त्सत्यमुपैमीति ! અને[૩] एतद्ध वै देवा
"व्रतं चरन्ति यत्सत्यम् ॥

“સાત્વિક બુદ્ધિસત્વનું જે વ્રત ચરે છે તે જ સત્ય છે, સંસારમાં જે જે સત્ય ક્‌હેવાય છે તે સર્વ શાસ્ત્રમાં સત્ય હોય છે એમ નથી. ચંદ્રનું તેજ સંસાર ચંદ્રનું જ ગણે છે, પણ શાસ્ત્ર તેને સૂર્યનું તેજ [૪]ગણે છે, માટે સંસારનું ગણેલું તે અસત્ય અને શાસ્ત્રવચન કહે છે તે સત્ય. લક્ષ્યપુરુષની કૃતિનો ભેદ શાસ્ત્રથી પમાય છે: સૂર્યચંદ્રાદિની ગતિ, અણુપરમાણુથી તે વિભુ સત્વોનો ગતિક્રમ, મનુષ્યાદિ સર્વ પ્રાણીઓના સંસાર અને તેમની વ્યવસ્થાઓનો પ્રવાહ, આદિ સર્વ ઐહિક સત્વોના સંધ અને તેમનાં યંત્ર સર્વદા ગતિમત્ હોય છે. એ સંઘ અને તેમનાં ગતિયંત્રનું યથાર્થ સ્વરૂપ લક્ષ્યદ્રષ્ટાઓ શોધે છે અને તેનાં શાસ્ત્ર રચેછે. આ પ્રમાણે પ્રત્યક્ષ થયેલા સત્યને ઋત કહે છે, ઋ ધાતુ ગતિવાચક છે અને ઋત પદાર્થોની અત્યંત ઋતિ થાય ત્યારે તે નિર્ઋતિ ક્‌હેવાય છે. આ પદાર્થો પ્રથમ અલક્ષ્ય હોય છે, પછી લક્ષ્ય થાય છે અને પછી અલક્ષ્ય થાય છે. તે જાય એટલે તેની પાછળ બીજો


  1. ૧. “ In the Upanishads deva is used in the sense of forces orfaculties. The senses are frequently called the devas, the pranas, the vitalspirits:" Max Muller's Lectures on the Origin and Growth of Religion.
  2. ર. દેવો જ સત્ય – ઋત છે; મનુષ્યો ઋત વિનાના અનૃત છે, માટે આ હુંઅનૃત છોડી સત્યને પામું છું, શતપથ બ્રાહ્મણ.
  3. ૩. આ જે સત્ય છે તે જ વ્રત દેવો ચરે છે, શતપથ.
  4. ૪. एतद्धि ब्रह्म दीप्यते यदादित्यो द्दश्यते ।× × तस्य चन्द्रमसेव तेजो गच्छतीति श्रुति: ॥ सूर्यनुं તેજ ચંદ્રમાં કેવીતે સમાય છે તે એક ઉપમાથી જણાય છે. तदोज: संप्रविष्टोहमामोद इवमारुतम् । उष्णांशुरिव शीतांशुं मृत्पात्रमिव वा पय: ॥ યોગવાસિષ્ટ: ઉત્તરનિર્વાણ પ્રકરણઃ સર્ગ ૧૩૭, શ્લોક ર૭, શ્લોક ૨૩ માં रात्राविदुंमिवार्करुक्પ્રવેશ કરતી લખી છે.