પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૭૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬૦

વૃક્ષશાખામાં જેમ બબે પાંદડાં સાથે સાથે ને સામાંસામી ઉગે છે અને તેની વચ્ચે ફલપુષ્પસમૃદ્ધિ આવે છે, તેમ તપોવૃક્ષની શાખામાં ઋત અને સત્ય સાથે સાથે ને સામાં સામાં ઉભાં ર્‌હે છે ને ફલપુષ્પને સ્થાને ધર્મ ઉદય પામે છે, તે કાળને પરિણામે સમાધિ ધર્મમેઘરૂપે ઉદય પામે છે અને જગતના કલ્યાણને માટે અનેક અમૃતધારાઓને એ મેઘ જગતના શિર ઉપર વર્ષે છે.[૧] કૃતભોગાપવર્ગ એટલે કૃતકૃત્ય અને પુરુષાર્થશૂન્ય કાર્યકારણાત્મક ગુણોના પ્રતિપ્રસવ[૨]આવા મેઘોદયથી થાય છે અને ઋતયજ્ઞ સધાય છે.

"નવીનચંદ્રજી, આ ધર્મ સનાતન છે, એ સર્વ દેશકાલને માટે છે. માત્ર એ અસાધુજનને માટે નથી. જો સાધુજનો અધિકારક્રમે મઠ્યજ્ઞથી આરંભી ચ્હડશે તો બુદ્ધિમાન્ હશે તો કાળક્રમે પઞ્ચમહાયજ્ઞ સાધી શકશે, લક્ષ્યાલક્ષ્યનો યોગ પામશે, પુનરાવૃત્તિ નહી પામે, અને પરમાનંદની સ્વાનુભૂતિ પામશે. ભગવાન બુદ્ધના દયાધર્મને સ્થાને આતિથેયધર્મની વ્યવસ્થા રચનારને સૂક્ષ્મ ઋતયજ્ઞની સાધનાના ફલોદયને કાળે આ યજ્ઞોની વ્યવસ્થાનો બોધ પ્રાપ્ત થયો છે. ઋત અને સત્યના ધર્મ અલક્ષ્ય-લક્ષ્ય-માર્ગમાંજ પ્રવર્તાવેલા છે. કેવળ યજ્ઞધર્મમાં અધ્યાત્મદ્રષ્ટિ નથી, કેવળ વ્યવહારધર્મમાં સત્યદષ્ટિ નથી, અને કેવળ દયાધર્મમાં ઋતદૃષ્ટિ નથી પણ માત્ર ગુણનિરપેક્ષ દયા જ છે, ઋત અને સત્યના અધ્યાત્મ અને સનાતન અગ્નિમાં સિદ્ધ કરેલાં આતિથેય અને યજ્ઞોની વ્યવસ્થા જ સર્વ લોકને અને સર્વ કાળને માટે છે."

“તમારા પ્રશ્નોના મુખ્ય ભાગનું સમાધાન આમાં આવી ગયું. પણ વિશેષ સાંભળો. સંસારીજનોમાં ધર્મશાસ્ત્રો અનેક છે, ને છે તેમને દેશ-


  1. यदायं ब्राह्मणंः प्रसंख्यानेऽप्यकुसीदस्ततोपि न किंचित्र्पार्थयते तत्रापिविरक्त सर्वथा विवेकख्यातिरेव भवतीति संस्कारबीजक्षयान्नास्य प्रत्ययान्तराण्युत्पद्यन्ते तदास्य धर्ममेघो नाम समाधिर्भवति ! ततः क्लेशकर्मनिवृत्तिः । क्लेशकर्मनिवृत्तौ जीवन्नेव विद्वान्‌ विमुक्तो भवति ।सर्वैः क्लेशकर्मवरणैर्विमुक्तस्य ज्ञानस्यानन्त्यं भवति । ततस्तस्य धर्ममेवस्योदयात्कृतार्थानां गुणांना परिणामक्रमः परिसमाप्यते । कृतभोगापवर्गाणां पुरुषार्थशून्यां यः प्रतिप्रसवः कार्यकारणात्मकानां गुणांनां तत्कैवल्यं स्वरूपप्रतिष्ठा ॥ योगशास्त्रे व्यासभाष्यम् ॥
  2. ર. પ્રસવ = પ્રસૂત - ફુલની કળી, પ્રતિપ્રસવ સામી ઉગેલી કળી.