પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬૪


થઈ પછી ત્યાગી થવાનું ઉપર લખ્યું છે ને સ્વાધ્યાય, પુત્રોત્પાદન અને યજ્ઞ, એ ત્રણને ત્રણ ઋણ ગણેલાં છે. તેને સ્થાને લક્ષ્યધર્મની વ્યવસ્થામાં પુત્રોત્પાદનને ઋણ નથી ગણ્યું. અદ્વૈત થયલાં દમ્પતીની તો પુત્રવાસના હોય તો બેની હોય; તેમાં તો વાસના જાતે જ આ ઋણમાંથી મુકત કરાવવા પ્રત્યક્ષ છે તે પછી ઋણાનૃણ્યનો વિચાર બાકી ર્‌હેતો નથી. આતિથેય ધર્મ પાળનાર સંસારી દમ્પતીયોનાં પરસ્પર ઋણ તો આતિથેયધર્મથી નિર્ણીત થાય છે અને મનુષ્યયજ્ઞમાં તેનો અંતર્ભાવ છે; માટે ત્યાગના પ્રસંગમાં પુત્રોત્પાદનનો ઋણવિચાર પ્રાપ્ત થતો જ નથી. બાકીનાં બે ઋણ જે સ્વાધ્યાય અને યજ્ઞ કહ્યાં તે તો અલખદીક્ષા પછી પણ સાધવાનાં છે. માટે આ ઋણવ્યવસ્થાની સાધુજનોએ ઉપેક્ષા કરી છે.

“પણ આ મઠને માટે અધિકારી થવાને સંસારીએ ત્રણ ઋણમાંથી અનૃણી થવું જેઈએ એટલી વ્યવસ્થા સ્વીકારી લક્ષ્યધર્મમાં એ ઋણનાં લક્ષણ જુદાં બતાવ્યાં છે. હૃદયનો સાધુજન સંસારી હોય તો પણ તેને પંચયજ્ઞ વિના બીજો ધર્મ નથી, બીજું ઋણ નથી. તેમાંથી મઠયજ્ઞ, દેવયજ્ઞ, અને બ્રહ્મયજ્ઞ તો અલખદીક્ષા પછી જ ઉત્તમ રીતે સધાય એવા છે, પણ મનુષ્યયજ્ઞ અને ભૂતયજ્ઞનું સમર્થન કંઈક રીતે આ મઠમાં અધિક થાય છે તો કેટલીક રીતે સંસારમાં વધારે થાય છે. આકારક અતિથિયજ્ઞમાંના પિતૃયજ્ઞનો કોઈ આવશ્યક વિધિ બાકી રહી ગયો હોય અથવા આકારક પત્ની કે પતિના આતિથેયનું કોઈ કાર્ય બાકી હોય અને તે પત્ની કે પતિ મઠમાં સહચાર કરવાની વાસનાવાળાં ન હોય તો તે એટલે અતિથિયજ્ઞ ઋણ ગણી તેની પૂર્ણાહુતિ સંસારમાં રહીને જ કરવી યોગ્ય છે. તેમજ માતૃભૂમિનું કે મનુષ્યલોકનું કલ્યાણ સંસારના અને સાંસારિક ૫દાર્થોના આશ્રયથી જ થાય એમ હોય તો તે વિષયે પોતાની કલ્યાણશક્તિનો વિચાર કરી એ આકારક અતિથિયજ્ઞ પણ સંસારમાં રહીને જ કરવાનો ધર્મ છે. આમન્ત્રિત અતિથિના આતિથેયની પૂર્ણાહુતિ તો સંસારી સંસારમાં જ રહીને કરી શકે અને તેની પૂર્ણાહુતિ સુધી એ ઋણમાંથી મુક્ત થવાતું નથી. આગન્તુક અતિથિનું આતિથેય તે અન્ય યજ્ઞકાર્ય પ્રાપ્ત થતા સાથેજ સમાપ્ત થાય છે. ભૂતયજ્ઞનું ઋણ માતૃભૂમિની ને મનુષ્યલોકના યજ્ઞના ઋણનું સધર્મ છે, અને એ સર્વનાં ઋણમાંથી મુકત થવાનું શાસન એક જ પ્રકારનું છે. આ પ્રમાણે સંસારીને શિર આકારકાતિથિયજ્ઞ