પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭૩


તેમનો સ્વર કુમુદસુંદરીના જેવો જ છે ! પણ ચન્દ્રાવલીમૈયાએ દર્શાવેલા માર્ગ કુમુદસુંદરીનાથી ઉલટા છે. – તે તે માર્ગ સ્વીકારે એ અશક્ય છે.

“પિતા મ્હારે માટે વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધિસૂચન[૧] છપાવે છે ! – પ્રમાદધન અને સૌભાગ્યદેવી ગયાં ! – સુરગ્રામના મ્હેતાજીએ વર્તમાનપત્રો વંચાવ્યાં ! મ્હારા દેશની રાજકીય વિપત્તિઓ તેણે મ્હારી પાસે ખડી કરી ! – મુંબાઈ ! ત્હારા યજ્ઞનો હું ઋણી છું -

"જાવું છે જી ! જાવું છે ! જાવું છે જરુર !”

સુરગ્રામનાં મંદિરનાં દર્શન પુનઃ પ્રત્યક્ષ થયાં.

“એક દિન પંખીસેં ઉડ જાવું ! ”

“પંખી ઝાડની એક ડાળથી બીજીએ ને બીજીથી ત્રીજીએ ઉડીને બેસે તેમજ મ્હેં કર્યું છે – ચિરંજીવશૃંગ ઉપર હું પક્ષી થઈ આવ્યો - પરમાત્મા ! મ્હારે અહીંથી કયાં ઉડવાનું છે ?”

થોડી વાર વિચારશૂન્ય મૌન ધર્યું. અંતે સુરગ્રામમાંનું પદ સાંભર્યું.

“જલસુત વિલખ ભયે ! સુરતબીન જલસુત વિલખ ભયે !”

“રાત્રિના જલસુત! કુમુદ ! શું તું આમ વિલખ છે? અથવા રાણાએ મીરાંજીને માટે વિષ મોકલ્યું હતું તેમ મ્હેં ત્હારો ત્યાગ કરી પત્ર મોકલ્યો ને પ્રમાદને સોંપી – તે બે કામના બે પ્યાલામાં શું વિષ હતું? – ઉદાર કુમુદસુંદરી !– મ્હેં ઝેર મોકલ્યું પણ તમે શું કર્યું ? –

“વીખના પ્યાલા રાણાજીએ મોકલ્યા; સાધુસંગત મીરાં અટકી !
“હરિચરણામૃત કરી પી ગઈ મીરાં જેસી જાનત અમૃત ઘટકી !

“એ ગાનારીના ઉંડા હૃદયશલ્ય વચ્ચે અને ત્હારા હૃદયશલ્ય વચ્ચે કાંઈ ભેદ નથી | કુમુદ ! ત્હારું ઉદારચરિત ચન્દ્રાવલી જેવાં વિરક્ત સાધ્વીના હૃદયને કમ્પાવે તો તેમાં કાંઈ નવીનતા નથી.”

તેના કાનના પડદા સાથે બિન્દુમતીનો સ્વર ઝપટાયો.

“વૃનદાવનમેં મીલ ગઈ મોહન,
“છુપ રહી રાધે જ્યું પ્યારી !
“ આવત મેરી ગલીયનમેં ગીરધારી !”

  1. ૧.ઝાહેર ખબર.