પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮૪
'કથા ગોષ્ટી કંઈ કંઈ ક્‌હાડે,
'બોધ આપે ને શાંતિ પમાડે.
'અન્ન મધુરું જમે ને જમાડે,
'એ પર અતિથિને સંચિ કરાવે.”

“કુમુદ ! કુમુદ ! પઞ્ચમહાયજ્ઞનો ઉપદેશ સાંભળ્યા પછી આતિથેય ધર્મના આટલા આવા મધુર વિધિ તું મને બતાવતી નથી તો કોને બતાવે છે ? કુમુદ, દુ:ખી પ્રવાસી કુમુદ, સાધુજનોનું આતિથેય તને શાંતિ પમાડી શક્યું નથી જ ! નક્કી, આ નવો ધર્મ મ્હારે શિર ઉદય પામે છે – પણ –” સરસ્વતીચંદ્ર એટલું મનમાં બોલ્યો પણ કાન તો ઉઘાડા જ હતા તેમાં કુમુદના સ્વર જતા અટક્યા નહીં.

'પંથી ખાધું ન ખાધું કરે છે,
'પંથ શુંણ્યું ન શુંણ્યું કરે છે,
'ઉંડા વિચારમાં પડી જાય,
'ગાલે ઉતરે છે આંસુની ધાર.”

સરસ્વ૦– શું ત્હારી આ દશા છે ? ઉત્તરમાં ગાન જ વાધ્યું.

'એની દેખી દશા એવી જોગી,
'દયા આણી થયા દુ:ખભોગી.
'અન્ન પડતું મુકી પાસે આવ્યા,
'ફરી ફરી વળી પુછવા લાગ્યા:–
"બોલ, બેટા, તને શું થાય ?
"ત્હારે હઈયે શાનો પડ્યો ઘા ય ?
"ઘરનો વૈભવ ત્યજી અંહી આવ્યો ?
“એાછું આવ્યું કે કોઈએ ક્હાડ્યો ?
“દગો દીધો કે મિત્રે શું, ભાઈ?
“મળી કઠણ હૃદયની શું નારી?
“બેટા, વાત વિચાર તું સાચી,
“માયા સંસારની બધી કાચી,
“ક્‌હાવે લક્ષ્મી તો ચંચળ નારી,
“ન્હાસી જાય, દઈ હાથ તાળી;