પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૯૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮૫
“સુખ એનું કરે ચમકાર,
“જોતા જોતામાં થાય અંધાર;
“સુખ એનું તો મૃગજળ જેવું,
“થતાં સમીપ પડે ક્ખોટું એવું.
“મિત્રતામાં યે મળે ન કાંઈ
“એ તો સ્વાર્થની છે જ સગાઈ;
“એને નામે ભુરકાય તે ભોળા,
“એને વિશ્વાસે ર્‌હે તે તો ર્‌હોળા;
“લક્ષ્મી ને કીર્તિ જ્યાં જ્યાં જાય,
“છાયા જેવા મિત્રો પુઠે થાય;
“જે એ છાયાને ઝાલવા જાય,
“ધસે હાથ ને ખત્તા તે ખાય.
“સ્ત્રીની પ્રીતિ તો એથી યે ખોટી,
“મોહજાળ નાંખે જોતી જોતી;
“જાળ નાંખે, જોતામાં ફસાવે,
“ફાવે ત્યાં જ એ ધુતકારી નાંખે;
“ક્‌હાવે અબળા ને નરને નચાવે,
“ગોરી ગુમાનભરી પછી રાચે;
“નરના દુ:ખની મશ્કરી કરતી,
“નારી પ્રીતિ ખરી નવ ધરતી.
“પ્રીતિની હુંફ પંખી ધરે કો,
“સુરલોકમાં હો કે નહી હો.
“પ્રીતિને નામે સળગાવી આગ,
“નારી નરને કરે છે ખાખ;
“મોહમાયા ને જોગણી ક્‌હાવે,
“નારી નરને ન જંપે સુવા દે;
“બેટા, શાને વેઠવી એની શૂળો?
“એની પ્રીતિમાં મુકની પુળો ? ”

આ છેલી કડી મ્હોટે ઉછળતે સ્વરે ગવાઈ.

'જોગી બોલતો ઉશ્કેરાય,
'પંથી સાંભળતો શરમાય;