પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૦૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯૨

જ એ ગાવા લાગી ને એ પત્થર જેવો દિઙ્મૂઢ થઈને ઉભો ને માત્ર આંખનાં આંસુથી જ જીવતો લાગતો હતો.

“ભદ્રામુદ્રા સમો ઉપદેશ,
“બ્હારથી જોઈ ત્યજીશ હું ક્‌લેશ !”

છેક બેભાન જેવાની પાસે કોઈ યંત્રની સત્તાથી ચાલતી ને બોલતી કાચની પુતળી પેઠે કુમુદ છેક સરસ્વતીચંદ્ર પાસે આવી ને ઉભી, ને નમસ્કાર કરી નરમ સ્વરે કહેવા લાગી.

“કૃપારસથી ભર્યા યોગિરાજ !
“જાચું આટલો હું અધિકાર.”

“કુમુદસુંદરી !” – સરસ્વતીચંદ્ર બોલ્યો અને કુમુદનો હાથ ઝાલ્યો – પણ તે હાથ વળ્યો નહી – એની નસો અસ્થિ જેવી કઠણ લાગી. માત્ર ઉઘાડી પણ શૂન્ય આંખથી ને બોલતા મુખથી તેનું ચેતન જણાતું હતું.

“પૂર્વ આશ્રમને સંભારી,
“મળ્યાં ગુપ્ત વચનને માની,
“થઈ અશરણ અબળા બાળા
“માગે આટલી પ્રીતિન જ્વાળા ?

જે હાથ વાળ્યો વળતો ન હતો તે જાતે ઉચકાયો ને લાંબો થઈ સરરવતીચંદ્રના ખભા ઉપર જાતે ટેકાયો, અને પાછો તે સ્થિતિમાં પણ બે શરીરની વચ્ચે,પત્થરનો પુલ હોય એમ કઠણ થઈ ગયો. કુમુદની આંખોમાં દીનતા અને આર્જવ હતાં ને સરસ્વતીચંદ્રની આંખે સામી તે વળી હતી, છતાં પણ તે કોઈ પત્થરની મૂર્તિની જ આંખો જેવી લાગી, એ સ્થિતિમાં આ નાજુક શરીર જાતે ઉભું ને ગાવાં લાગ્યું.

“ભવસાગરમાં નથી પડવું !
“મન મલિન મળે નથી ભરવું !
“રસ ઉંડો દીધો રસનાથે,
“રસ મળન નીચોવ્યા ત્યાગે !”

એને હાથ સરસ્વતીચંદ્રના ખભા ઉપર બળથી ચંપાતો હતો.

“કાયા ફેંકી દીધી કાયનાથે,
“પ્રાણના જ હર્યા યમરાજે !”