પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯૫
"અંગજવરને અનંગ ગણે છે-
“એ તો કામ નહીં નિષ્કામ;
“પશુ એ તો, ન પાવનપાદ;
“એ અસુર, સુરેશ નહી એ;
“એ તો તિમિર, પ્રકાશ નહી એ;
“દેવ હૃદયનો સ્નેહ તે જુદો,
"અશરીર પ્રીતિને કામ કેવો ?
“પ્રીતિ અશરીર જીવે જીવોમાં,
"ઈશ પોતે ધરે પ્રીતિ સઉમાં.
“સંપ્રસાદ જે બોધસ્વરૂપ
“તે તો સાત્ત્વિક પ્રીતિનું મૂળ.
“ત્યાગી જન જે ધરે સત્સંગ,
“તેનું પ્રીતિ અનંગ જ અંગ.
“ઈશજીવની પ્રીતિ થતી જે
“સુધારયન્દિની ભક્તિ થકી તે.
“પ્રીતિ, અશરીર એવી હું ધારું;
"સુજી ઈશે તે કેમ નિવારું ?
“પ્રીતિભાજન એક જે પામી
“રંક કુમુદ, તે છે નભચારી !
“સુધાકિરણ ઝરો ! ભગવાન !
“શાંત એકાંત દે પ્રીતિદાન !
“માગું અશરીર બેધપ્રબોધ !
“પુરો પાડો વિશુદ્ધ જ લોભ !
“યોગી ! યોગ પામી જેનો સિદ્ધ
“બને નીરનિધિ ગમ્ભીર,
“તેને તીરે આવી હું સરિતા,
“છોડી નગ[૧], તોડી ઢગ રેતીના !
“પૂર લાંબે છેટેથી આવ્યું !
“રહ્યું એ નહી કોઈનું રાખ્યું !
“જુવે વાટ ભરતીની એ એક;
“રચે વિશ્વમ્ભર સંકે...ત !...”

  1. ૧. પર્વત.