પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦
“Come, dear Emilia, and enjoy
“Reflection's favourite hour.

“પણ આવું તે સુખભરેલાં ચાંદરણામાં સુઝે, દુ:ખની અંધારી રાત્રે તો માણસની બુદ્ધિ બ્હેર મારી જાય છે – તે – મ્હેં દીઠું છે.”

ચંદ્ર૦ – “ક્યાં ?”

કુ૦ - “ચાલો ને. હું નહી કહું, ડાહ્યાં ડાહ્યાં માણસો દુઃખમાં કેવાં થાય છે તે તાજું જ જોયું છે.”

ગુણસુંદરી હસી: ”મ્હારું નામ દેવા જતી હતી, ખરું ?"

કુસુમ હસી: “લ્યો ત્યારે એ જ.”

સુંદરગૌરી: “લે, દુઃખમાં શું સારું સુઝે તે હું કહું – સુખે સાંભરે સોની ને દુઃખે સાંભરે રામ.”

કુ૦ – “હં ! કાકી ભણ્યાં તો નથી. પણ અનુભવી છો તે સમજો છો. ત્યારે શું મેનારાણીને ત્યાં શંકરનાં પદ આજ ગવાય છે તે સુખમાં નહી ગવાતાં હોય ? ”

ગુણ૦- “ ના."

કુસુમ – “ત્યારે તારાઓ તે ઈશ્વરના ઉંચા વિચાર – તે આવી રાત્રિમાં સુઝે."

ચંદ્ર૦ – “અને તારાઓ દેખાય છે ન્હાના – પણ છે મ્હોટા.”

કુસુમ૦ - “એ પણ ખરું; પણ અંધકારના પેટમાં ઝાડ અને પર્વત મુકયાં તે શું ?”

ગુણ૦ - “તે દિવસે ત્હારા પિતાએ ટેનીસનની કવિતા વાંચી હતી તેમાં શોક શું ક્‌હે છે તે વર્ણવેલું સાંભરે છે?”

કુસુમ –“ હા. શોક ક્‌હે છે –

“The stars,” she whispers, “ blindly run,
“A web is wov'n across the sky !
“From out waste places comes a cry,
“And murmurs from the dying sun.”

“પણ સરસ્વતીચંદ્ર તો રાત્રિના સ્વરને સત્ય ગણે છે અને ટેનીસને તો તેને અસત્ય ગણ્યો છે તે ?”

ચંદ્ર૦- “તે કડીયો બોલો જોઈએ."

કુસુમ૦ -

"Come, Sorrow, Cruel fellowship,
“Priestess in the vaults of Death !