પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૨૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ૦૯


“ગમે તે થાવ ! ગમે તે થાવ ! તરવાનાં હઈએ તો પણ આ મૂર્છાનો છેદ સાધનરૂપ છે ને ડુબવાનાં હઈએ તો પણ એ જ સાધન છે. માટે એ છેદ તો અવશ્ય કરવો. આ સ્પર્શને અમૃત ગણું તો મૂર્છા છેદવિના પૂર્ણ તૃપ્તિ નથી ને વિષ ગણું તે પણ એ જ છેદ વિના વિષનો પ્રતીકાર નથી. કુમુદ ! પ્રિય કુમુદ ! તને “પ્રિયા” કહું કે ન કહું ? – જે હો તે હો. હવે તો તું જાગ ને ત્હારો ન સાથે મ્હારો ભેગો ઉદ્ધાર ત્હારે ઇષ્ટ માર્ગે તું કર !"

હૃદય સાથે ચંપાઈ હતી. તે મૂર્તિને અજાણતાં કે જાણીને એણે પોતાના હાથનો આધાર આપી ત્યાં જ ટકવા દીધી, અને માત્ર પોતાના હૃદયમાંથી એના પરામૃષ્ટ હૃદયમાં પ્રાણવિનિમય કરી ક્‌હેવા ઇચ્છતો હોય તેમ તે જ સ્થિતિમાં ગાવા લાગ્યો – મ્હેાં બગાડી ગાવા લાગ્યો:

“પ્રિયા ! મૂર્છાથી છુટી થા !
“પ્રિયા ! ખેાળેથી બેઠી થા !
“સરિતા ! પૂરભરી આવી,
“અટકી રહી કેમ આ આધી ?”

હૃદય હૃદય સાથે જાણે કે અજાણ્યે ચંપાઈ ગયું !

“કરે સત્કાર સાગર આ,
“ઉછાળે નીર-ઝાલર આ !
“હવે વિશ્વમ્ભરે જે રચ્યો,
“પ્રિયા, સંકેત તે આ મચ્યો !”

એને પાછી ખેાળામાં ચતી સુવાડી, અને એનું મુખ ઝાલી ક્‌હેવા લાગ્યો.

“પ્રિયા ! મૂર્છાથી છુટી થા !
“પ્રિયા ! ખેાળેથી બેઠી થા !
“ઉઘાડી આંખ, જો ને જો !
“અલખ-સંકેત શો આ મચ્યો ?”

માત્ર એક હાથ એના માથા તળે રાખી અને બીજો હાથ ખોળામાં બ્હાર પડેલા પગ તળે રાખી, માથાને અને પગને ઉંચાં ટેકવી રાખી, એના સર્વ શરીર ઉપર દષ્ટિ ફેરવતો સર્વ શરીરને ક્‌હેતો હોય તેમ ક્‌હેવા લાગ્યો.

“નવે દેશે નવા વેશ !
“જગતનું કામ નહીં લેશ !