પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૧૫


“સાધુજનોની સાધુતાને સાધુ પદાર્થો પ્રયત્નનો જ ત્યાગ કરવાથી પ્રાપ્ત થાય છે. જ્યાં સંદેહ પડે ત્યાં સત્પુરુષોનાં અંતઃકરણને પ્રમાણ ગણવાં એવું દુષ્યન્તનું વચન છે.[૧]” સરસ્વતીચંદ્ર ધીમે રહી બોલ્યો.

કુમુદ૦– કાવ્યોને પ્રમાણ ગણવાનો કાળ હવે વીતી ગયો.

સર૦– મ્હારી મૂર્ખતાએ આ કાળ આણ્યો.

કુમુદ૦–તમે શું કરો ? પ્રારબ્ધ ભુલાવે છે ત્યારે बुद्धयः कुब्जगामिन्यो भयन्ति महतामपि[૨]. મ્હારા વિદ્વાન, અનુભવી અને ચતુર પિતાને પણ થોડા દિવસ વિલમ્બ કરી તમારી વાટ જોવાનું ન સુઝયું અને મ્હારો ઉતાવળે વિવાહ કરી દેવામાં જ મ્હારું કલ્યાણ લાગ્યું ત્યારે એમ જ સુઝે છે કે ઈશ્વરની જ ઇચ્છા બળવાળી છે. એવા એવા અનુભવીયો ભુલે ત્યારે આવે સૂક્ષ્મ પ્રસંગે તમારી બુદ્ધિ તમને ભુલાવે ને મ્હારા દુ:ખના પ્રદેશમાં મૃગજળ જેવું મ્હારું સુખ તમને પ્રત્યક્ષ કરાવે તેમાં તમારો શો દોષ !

સર૦- કુમુદ-કુમુદસુન્દરી ! તમારા જેવા હૃદયમાં આવી ઉદારતા અને આવું શાણપણ દેખું છું તેથી પણ મ્હારો મોહ ઘટવાને સટે વધે છે.

કુમુદ૦– તમારી આંખો ત્ર્હેંકાય છે, તમારો સ્વર થડકાય છે, અને શરીર ધ્રુજે છે. તમારું દુઃખ મને કહી દ્યો.

સર૦– તમારું દુઃખ તે જ મ્હારું દુઃખ છે - તમને સુખી જોઈશ ત્યારે હું સુખી થઈશ.

કુમુદ૦– પણ અત્યારની આ અવસ્થા શાથી ?

સર૦– મને મ્હારી અવસ્થાનું ભાન નથી.

કુમુદ૦- તમે મ્હારું એક કહ્યું કરશો ?

સર૦– એ કહ્યું કરવામાં જ મ્હારું પ્રાયશ્ચિત્ત રહેલું છે.

કુમુદ૦- તો સાધુજનોએ રાખી મુકેલા આ ફલાહારથી જઠરાજગ્નિ તૃપ્ત કરી આપ નિદ્રા લ્યો ને તેમણે આપણે માટે યોજેલી પંચરાત્રિના શેષ ભાગમાં નિદ્રાન્તે ઉભય હૃદયનું પરસ્પરસમાધાન કરવાનો અવકાશ પુષ્કળ મળશે.

સર૦- તમે પ્રસાદ લ્યો તો હું લઉં.

એક મ્હોટા પાંદડા ઉપર ફલાહાર પીરસ્યો. બીજું પાંદડું હતું નહીં. કુમુદે “પછીથી ખાઈશ” કહ્યું. સરસ્વતીચંદ્રે તે માન્યું નહી. અંતે એક પાંદડામાં


  1. १.सतां हि सन्देहपदेषु वस्तुषु प्रमाणमन्त:करणप्रवृत्तयः॥
  2. ૨.મ્હોટાઓની બુદ્ધિઓ પણ વાંકી ચાલે છે.