પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨૧


આ જ માર્ગ પ્રસન્ન, સુગમ, સ્ફુટ, સુન્દર, અને ધર્મ્ય છે. મહાબોધિનું આ વચન છે[૧] ને તે સર્વ સાધુજનોને માન્ય છે.

કુમુદ૦– પણ એ પ્રસંગે શું તમને દુઃખ નથી થયું ?

સર૦– દુ:ખ થયાની ના ક્‌હેવાતી નથી. પણ તે દુ:ખ મ્હારે પોતાને માટે થયું નથી. પિતાના કૃત્યમાં અધર્મ લાગ્યો, અને તેમના પોતાના અકલ્યાણકારક અધર્મમાં તેમની પ્રવૃત્તિ જોઈ તેમના ઉપરના મ્હારા પ્રીતિયોગને લીધે મને સંતાપ થયો.[૨]

કુમુદ૦- એ સંતાપમાંથી તમે શી રીતે મુક્ત થયા ?

સર૦- તેમના ચિત્તને શાંતિ થશે એ વિચારે સંતાપને શાંત કર્યો.

કુમુદ૦– કોઈ બાળક સર્પ સાથે રમવા ઇચ્છે અને સર્પને પકડતા સુધી રોયાં કરે ને શાંત થાય નહી; તે બાળકનું સર્પ પકડવાથી અકલ્યાણ થાય તો થવા દેઈ શાંત કરવું તે ધર્મ કે રેવા દેવું તે ધર્મ ?

સર૦– જે બાળક નથી અથવા પારકું બાળક હોઈને આપણો ઉપદેશ માને એમ નથી તેની ઇચ્છાવિરુદ્ધ કલ્યાણ કરવાનો ધર્મ નથી. પિતાને ઉપદેશ કરવો તેમની જિજ્ઞાસા વિના પ્રાપ્ત થતો નથી. એ તો બહુ થાય તો વિનયપૂર્વક સ્નેહપૂર્વક સૂચના પિતાને પુત્રે કરવી હોય તો તેટલો ધર્મ છે. બાકીનો પુત્રનો ધર્મ પિતાના મંદિરમાં રહી તેમનું આતિથેય કરવાનો છે; પિતાને આ યજમાન ઉપર અનાદર થાય એટલે યજમાન પુત્ર સ્નેહશૂન્ય પિતૃમન્દિરમાં ર્‌હેવાને અધિકારી નથી.


  1. विमध्यभावादपि हीनशोभे वायां न सत्कारविधौ स्वयं चेत् ।
    सङ्गादगत्या जडतावलाद्वा नन्वर्धचन्द्रामिनयोत्तरः स्यात् ॥
    प्राप्तकर्मोऽयं विधिरत्र तेन यास्यामि नाप्रीत्यभितप्तचित्तः ।
    एकावमनाभिहता हि सत्सु पूर्वोपकारा न समीभवन्ति ॥
    अस्निग्धभावस्तु न पर्युपास्यस्तोयार्थिना शुष्क इवोदपानः ।
    ग्रयत्नसाध्यापि ततोऽर्थासिद्धिर्यस्माभ्दवेदाकलुषा कृशा च ॥
    प्रसन्न एव त्वभिगम्यरुपः शरद्विशुद्धाम्वुमहाह्रदाभः ।
    मुखार्थिनः क्लेशपराङ्नुखस्य लोकप्रसिद्धः स्फुट एव मार्गः ॥
    जातकमाला
  2. गात्रच्छेदेऽप्यक्षतक्षन्ति धीरं चित्तं तस्य प्रक्षेमाणस्य साधोः ।
    नासीद्दुःखं प्रीतियोगान्नृपं तु भ्रष्टं धर्माद्दीक्ष्य संतापमाप ॥
    जातकमाला