પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૩૫

નથી. અધર્મ અને પાપ તો ઉભયમાં વર્જ્ય છે. આવું વાનપ્રસ્થ આપણે માટે વિહિત છે. તેના ત્રણ પ્રકાર થાય છે. ત્રણેમાં પ્રીતિના અદ્વૈત યજ્ઞ સધાય છે. પ્રથમ પ્રકારમાં તારામૈત્રક યજ્ઞ સધાય છે. ચુડુબેધી અને તેની સ્ત્રી વનમાં પ્રવ્રજિત સ્થિતિમાં ર્‌હેતાં હતાં[૧] અને એકબીજાની દૃષ્ટિ આગળ પ્રત્યક્ષ રહી સ્ત્રી સ્વામીની પરિચર્યા કરતી હતી અને સ્વામી સ્ત્રીને ઉપદેશ કરતો હતો. દમ્પતીની આવી અસ્પર્શ દૃષ્ટિસેવાનાં જડ દૃષ્ટાંત ચંદ્ર અને કુમુદનાં, ને સૂર્ય અને કમળનાં, છે. એ દૃષ્ટિસેવાનાં આયુષ્યમાં દમ્પતીની વેદીઓ સમીપ અને પ્રત્યક્ષ ર્‌હે છે અને સૂક્ષ્મ શરીરરૂપ પશુનો સંયોગ ર્‌હે છે અને તેમના યાગવિધિમાં સર્વથા સર્વદા અદ્વૈત પામેલા પશુનાં અર્દ્ધાંગ પ્રત્યક્ષ સમાગમથી યજ્ઞ કરે છે. એથી વધારે સમાગમ વાનપ્રસ્થ દમ્પતી એકાગ્નિ યજ્ઞમાં રાખે છે. રામ અને સીતાએ ને વિશ્વતર [૨] અને તેની સ્ત્રીએ આવા યજ્ઞના એકાગ્નિ, વેદીઓનું અદ્વૈત રાખી, રાખ્યા હતા. ત્રીજી સ્થિતિ પરોક્ષ વેદીની છે. એ સ્થિતિ વિહારપુરી ને ચંદ્રાવલીમૈયા પાળે છે તે એ જ સ્થિતિ દ્રોપદીએ વૈરાટરાજાના નગરમાં સૈરંધ્રિરૂપે પાળી હતી. એમાં આત્માગ્નિનું અદ્વૈત ર્‌હે છે ને ક્રિયાગ્નિની જ્વાલાઓ એક દિશામાં બળે છે પણ તેમની વેદીઓ પરસ્પરથી પરોક્ષ રહે છે. આ ત્રણ માર્ગ મને સુઝે છે. એથી ચોથો તમને સુઝે તે.

કુમુદ૦– એમાંથી કીયા માર્ગમાં, અધર્મનું ભય ? તમે સર્વ વાતમાં ધર્મવિચાર કરો છો તો ધર્મના અત્યયની ભીતિ ન રાખવાની શાથી ધારી? સર્વમાંથી કલ્યાણનો માર્ગ કીયો? તમે જેને એકાગ્નિયજ્ઞ ક્‌હો છો તેમાં શું અધર્મની ભીતિ નથી ?

સર૦– લોકવ્યવસ્થા જેથી ઉત્તમ થાય અને આત્મસિદ્ધિમાં વિઘ્ન ન આવે એવાં બન્ધનથી સર્વ સાધુજનો જાતે બંધાય છે અને એ બન્ધન તે એમના ધર્મ અને એવાં બન્ધનનો ત્યાગ તે અધર્મ. સંસારીજનો


  1. १. स तयाऽनुगम्यमानश्चक्रवाक इव चक्रवाक्या ग्रामनगरनिगमाननुविचरन्कदाचित्कृतभक्तकृत्यः कस्मिंश्चित्प्रविविक्ते श्रिमति नानातरुगहनोपशोभिते घनप्रच्छाये कृतोपकार इव क्वचित्क्वचिद्दिनकरकिरणचन्द्रकैर्नानुकुसुमरजोऽवकीर्णधरणीतले शुचौ वनोद्देशे ध्यानविधिमनुष्ठाय सायान्हसमये व्युत्थाय समाधेः पांसुकूलानि सिव्यति स्म॥ सापि प्रव्रजिता तस्यैव नातीदूरे वृक्षमूलमुपशोभयमाना देवतेव स्वेन वपुषः प्रभावेण विराजमाना तदुपदिष्टेन मनस्कारविधिना ध्यायति स्म॥
  2. ૧. જાતકમાલા.