પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪૩


“એ શરીરમાં જ્વર હતો. અાંખોનો પ્રવાહ મ્હારા આ શરીર ઉપર હતો. એ હૃદયની વાસના સ્પષ્ટ હતી. ફલાહાર ! માત્ર આંગળીને જ આંગળી અડકી હતી – પણ – પણ –”

“એ જ્વર મ્હારે માટે, એ તુમુલ મનોમંથન મ્હારે માટે જ – એ એમનું મહાયુદ્ધ મ્હારી ઇચ્છાના અભાવને લીધે જ-"

વળી નિદ્રા આવી. વળી કંઈક ભયંકર સ્વપ્ન થતાં છળી ગઈને જાગી ઉઠી બેઠી થઈ.

“હું નિર્દય છું. ને તે પણ એમના ભણી નિર્દય છું ! દયા ધર્મકો મૂલ હય ! આ સ્થાનમાં જ્વરના વેગથી એમના શિરમાં પિત્ત ચ્હડી જશે – તો -”

વળી સુઈ ગઈને નિદ્રા પણ આવી. વળી જાગી.

“નિદ્રા ! તું કેમ આમ દૂર ર્‌હે છે ? આજ તો મન નિશ્ચિન્ત છે તૃપ્ત છે, હવે એ સ્વચ્છન્દી મન શામાં ભમે છે ને નિદ્રામાં વિઘ્ન પાડે છે તે મને પોતાને પણ સુઝતું નથી.”

આંખો ચોળતી ચોળતી કન્થા ખોળામાં રાખી બેઠી થઈ

“હું જોઉં તો ખરી કે એમની પણ મ્હારા જેવી સ્થિતિ તેા નથી ને હવે એમના જ્વરનું કેમ છે ?”

ધીમે ધીમે તે પુલ ઉપર ગઈ ને સામેના દ્વારમાં એક હાથ કેડે દેઈને બીજા હાથની બગલમાં કન્થા વગેરે રાખી ઉભી રહી. "

સામા ઓટલા ઉપર સરસ્વતીચંદ્ર સુતો હતો. એ ઓટલો પાંચ છ હાથ લાંબો ને એક હાથ પ્હોળો હતો. તેના એક છેડા ઉપર પગ રાખી, તેના મધ્ય ભાગમાં માથું રાખી, સરસ્વતીચંદ્ર સુતો હતો, ઉંઘતો હતો. ને લવતેા હતેા.

"એકના દુઃખમાં અનેકનાં દુઃખ જોઉં છું. કુમુદસુંદરી, ચંદ્રકાન્ત તરંગશંકર, ઉદ્ધતલાલ, ગુણસુંદરી, સૌભાગ્યદેવી, – સર્વનાં દુઃખ સૂક્ષ્મ દર્શક કાચ વડે જોઈ લીધાં અને ઓ મ્હારા આર્ય દેશ, ત્હારી ભયંકર અનાથતા જોઈ હું કમ્પુ છું. હું શું કરું ? કુમુદસુંદરી, તમાતો ત્યાગે મ્હેં ન કર્યો હત તો તમારા અદ્વૈતસહચારમાં રહી દેશની આ સ્થિતિ સુધારવા હું મથત. કુમારો પુરુષ આ દેશમાં સ્ત્રીઓમાંથી બહિષ્કાર પામે છે, અને સ્ત્રીવર્ગનું કલ્યાણ તમારા જેવી સ્ત્રીના સાધન વિના અશક્ય છે -