પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૬૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪૯


સૌ૦- ત્હારા હૃદયની વાત જાણીને જ હું તને શુદ્ધ કરવા આવી છું. તું હવે થોડી વારમાં સિદ્ધલોકની અતિથિ થઈશ અને આ પુરુષરત્નને જે જે સિદ્ધજન પ્રિય હશે તેનાં દર્શન કરીશ. પણ તું પોતાને ભ્રષ્ટ સમજે છે ત્યાં સુધી તને એ લોકના દેશમાં જવાનો અધિકાર નથી. સાધુજનોએ તને શુદ્ધ ધર્મ સમજાવ્યો છે, પણ સંસારે વઞ્ચના કરી ત્હારા મન ઉપર અધર્મને ધર્મ ગણવાની મુદ્રા પાડી છે. સાધુજનોના ઉપદેશથી તે મુદ્રા ન ગઈ તે દૂર કરવા હું આવી છું. મ્હેં પૃથ્વી ઉપરથી દેહ છોડ્યો છે અને સિદ્ધ લોકમાં વસું છું. અન્ય સંપત્તિવાળાને તેમ શુદ્ધ અદ્વૈત પ્રીતિયજ્ઞ કરનારને પણ આ દેશનો અધિકાર મળે છે. મ્હારા સ્વામી આ દેશમાં આવશે ત્યાં સુધી હું અંહી છું ને તે ત્યાં છે તોપણ તેમને દેખી શકું છું તે જોયાં કરીશ ને એ પોતે સિદ્ધ થશે એટલે અમે બે જણ આ શરીરનો ત્યાગ કરી સાથે મુક્ત થઈશું. સંસારની વઞ્ચનાએ ત્હારા આવા યજ્ઞમાં મહાવિઘ્ન નાંખ્યું તેમાં હું નિમિત્તભૂત થઈ તે સંસારમાં હતી ત્યાં સુધી સમજી નહીં પણ આ દેશની દિવ્ય દૃષ્ટિએ મને તે વાત દેખાડી છે. બેટા, મ્હારો પુત્ર ત્હારો અધિકારી ન હતો. ત્હારો અધિકારી આ ત્હારી પાછળ છે તેની સાથે જ તું વરેલી છે.

કુમુદ૦– જો એમ હોય તો તો આર્ય સ્ત્રીયો સર્વ વર્યા વિનાની અને નરકની અધિકારી ગણવી જોઈએ, દેવી ! તમારું લગ્ન પણ મ્હારાં જેવું જ વઞ્ચનારૂપ નહી ? તમે પતિને માટે આ સિદ્ધિ લોકમાં પણ વાટ જુવો છો ને મ્હારી ગતિ જુદી કેમ ?

સૌ૦– એમ નથી. આર્યબાલાઓ માતાપિતાના અને લોકાચારના બળથી અજ્ઞાત દશામાં લગ્નાભાસ નામના યજ્ઞાભાસમાં હોમાય છે. તે પછી સાસરે જાય છે ને સમજણી થાય છે ત્યારથી સાસરે જે તપ કરે છે તે તેમના પિતૃયજ્ઞની વેદી ઉપર થાય છે; એ તપનાં પુણ્ય એ બાલાને, અને એનાં પાપ એનાં માતાપિતાને, મળે છે – કારણ એને વેદી ઉપર મુકનાર માતાપિતાની જ તૃપ્તિ માટે એ દુહિતા તપ તપે છે, અને શુદ્ધ વિવાહથી અવિવાહિત પતિને પતિ ગણે છે. તે પછી પરમ ભાગ્યને બળે, ઈશ્વરની કૃપાને બળે, અને પોતાની પરમ સાધુતાને બળે, આવી બાળા આવા પતિ સાથે અદ્વૈત-પ્રીતિથી સંધાય છે તેનું પરમ પુણ્ય તેને પોતાને મળે છે તે મને મળ્યું ને હું અંહી આવી. પણ જેણે એક પુરુષના સહચારમાં આવો યજ્ઞ આરંભ્યો તેને તે યજ્ઞ છોડી પિતૃયજ્ઞને માટે એ પતિયજ્ઞને ત્યાગ કરાવ્યો તે બહુ અધર્મ્ય છે. બેટા, એ ત્યાગ ત્હારાં માતાપિતાની બુદ્ધિએ ત્હારી