પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬૪

સર૦- જો, આ દેશબ્હારથી પવનના ઝપાટા આવે છે એટલે આ સર્વ થાંભલાઓ કમ્પે છે ને એક બીજા સાથે અથડાઈ ભાગી જવા માંડે છે. સર્વ એકરૂપ થશે ત્યારે પવનનું બળ નહી ચાલે.

કુમુદ૦- તે તો કોણ જાણે – આ છેટે બીજા દેશના રાફડાઓ છે તેમાં તમે ક્‌હો છે તેમ છે. છતાં મોટી ગરે છે ને ઢગલા થાય છે ને પશ્ચિમના પવન તે સર્વેને કંપાવે છે.- કોઈ મોડા – કોઈ વ્હેલા - એટલા જ ફેર છે.

સ૨૦- આ થાંભલાઓમાં જન્તુઓનો શો કચ્ચર ઘાણ વળે છે ? કુમુદ, જો તો ખરી !

કુમુદ૦- એણી પાસ જ મ્હારી દૃષ્ટિ છે.

સર૦- કીડીયોના જેવા કણસંગ્રહ જેવા ધનસંગ્રહ આ થાંભલાઓમાં ઠેકાણે ઠેકાણે, ચોમાસાની માટીમાંથી ઉત્પન્ન થતા જીવ પેઠે, સજીવ થઈ દોડે છે ને એક પાસથી પવન તેમને ઉરાડી લેઈ જાય છે તો બીજી પાસથી આ જન્તુઓ જ તે સંગ્રહને માટી ભેગા ભેળવી પોતાની લાળથી બાળી નાંખે છે, ને કણ લાવનાર જન્તુઓ તો અભોક્તા રહી શ્રમજીવન જ ગાળે છે ને શ્રમજીવી જન ક્ષીણ થતાં એ તારનાર તેમ ડુબનાર એમ બંને વર્ગ ડુબે છે.

કુમુદ૦- એ તો જ્ઞાતિયજ્ઞ થાય છે ને આ કણની ને લાળની ચીકાશથી થાંભલાઓના પણ કડકા થઈ જતા નથી. બાકી પવન તો બધેથી વાય છે.

સર૦- આ જ્ઞાતિયજ્ઞનો અધર્મ તો જો ! અતિથિ જાતે જ યજમાન પાસે યજ્ઞ કરાવે છે ! આ ભડકાઓમાં કેટલાં જન્તુ જાતે ઘસડાઈ આવી ભસ્મ થાય છે ? દ્રવ્ય અને બુદ્ધિ ઉભયના નાશનું આ જાતે વસાવેલું સાધન !

કુમુદ૦- બુદ્ધિના નાશનો પ્રતીકાર તો ઘટે, પણ દ્રવ્ય તો યોગ્ય હસ્તમાં ન હોય તો ગયું જ સારું.

સર૦- અહા ! કુમુદ ! ત્હારા મંગલસૂત્રે ભયંકર પણ સુન્દર સત્ય કહ્યું. આ દેશ બુદ્ધિના નાશથી અત્યંત દરિદ્ર થશે તો તે ઈશ્વરની ઈચ્છાથી જ ! આ દેશને દરિદ્ર થવાના માર્ગ આ જન્તુઓ જાતે જ રચે છે તેના ચીલા ઉધાઈના દર જેવા જો તો ખરી - કેટલા બધા ચારે પાસે ઘાડા જંગલ જેવા દેખાય છે ? પિતાઓ પુત્રપુત્રીની તૃપ્તિ માટે યજ્ઞ ન આરંભતાં, પોતાની તૃપ્તિ માટે તેમને જ એ યજ્ઞોમાં હોમે છે. હરિ ! હરિ ! આ કન્યાવિક્રય કરનાર અને પોતાના લોભને માટે વર્ત્ત-