પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૭૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

નાર પિતાઓ પશુપક્ષીનું માંસ ખાવામાં અધર્મ ગણે છે પણ પુત્રીનું જીવતું માંસ ખાતાં ડરતા નથી. આ શું ? માતાઓ પુત્રવધૂની વચ્ચે ઘુસી જઈ તેમને છુટાં પાડે છે ને પ્રીતિયજ્ઞના કાળ પ્હેલાં તે તેની સ્થૂલ વેદીઓ માટે ખાડાઓ ખોદી માબાપ તેમાં બાળકોને ફેંકી દેછે ! જો ! જો ! પેલાં જન્તુઓ સ્ત્રીઓને માબાપના મુખમાં હોમે છે તો પેલાં જન્તુ માબાપને સ્ત્રીના મુખમાં હોમે છે ને પેલાં દુષ્તો તો જો ! એમની સ્ત્રીઓ એમના પોતાના ચરણ તળે ચંપાય છે ને તેના શરીર ઉપર બેસી એ જન્તુઓ નીરાંતે એકલપેટાં પેટ ભરેછે ને કેવળ સ્વાર્થી વ્યવહાર ચલવે છે ! શા અધર્મ ?

કુમુદ૦– જેવી સ્ત્રીઓ છે તેવા પુરુષો છે. પુરુષને સુન્દર શુદ્ધ કરવો એ સ્ત્રીની ચતુરતાનું કામ.

સર૦– કુમુદ જેવી ચતુર ઉદાર સ્ત્રીયો બધાંને ક્યાંથી મળે ? કુમુદ આ દર્શન જેવું ભયંકર છે તેવું જ દયાપાત્ર છે. તેઓ જાતે શરીરને, સંતતિને, ધનને, ને ધર્મને નષ્ટ કરે છે, જાતે વ્યાધિયો વ્હોરી લે છે, જાતે આધિથી બળે છે, ને જાતે ઉપાધિઓ તળે ચગદાય છે. આમાંથી તેમને શી રીતે મુક્ત કરીયે ?

કુમુદ૦- તેમને દૃષ્ટિ જ નથી તે આપો.

આટલો પ્રસંગ થતા થતામાં તે બે જણ બહુ જ નીચે ઉતરી પડ્યાં હતાં. પોતાના ભુંગળાને તળીયું આવ્યું લાગ્યું, ચારે પાસ હવે ચોગાન હતું અને ચાર માર્ગ નીકળતા હતા. એ ચારે માર્ગના મધ્ય ભાગમાં બે જણ ઉભાં. પોતાના ભુગળાવાળો શ્વેત પ્રકાશ આ ચોગાનમાંના ને માર્ગો ઉપરના પ્રકાશ સાથે ભળી જતો હતો. માથા ઉપર આકાશને ઠેકાણે મ્હોટી કાળી શિલાઓની છત હતી અને તેમાં સ્થાને સ્થાને મ્હોટાં મ્હોટાં છિદ્રે હતાં તેમાંથી પોતે પ્રથમ જોયેલી રંગીન પ્રકાશવાળી નળીયોનાં મૂળ વડવાઈઓ પેઠે લટકતાં હતાં અને વડવાઈએ વડવાઈએ અનેક ન્હાનામ્હોટા નાગ અને અજગરો બાઝી હીંચકા ખાતા હતા.

સર૦– કુમુદ ! વર્તમાન કાળના રાફડાઓમાંથી ઉતરી આપણે હવે અશોક મહારાજના પ્રાચીન આકાશમાર્ગમાં આવ્યાં છીયે. આપણા દેશનો દેશી, મ્હોટામાં મ્હોટો, સમર્થમાં સમર્થ અને સાધુમાં સાધુ મહારાજ એ અશોક હતેા.[૧] આ દેશનો ઉગ્ર મધ્યાન્હકાળ


  1. The dominions of Asoka extended from Kandahar, Ghazna, and the Hindu Kush, as far as the mouth of the Ganges, from Kashmere down