પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬૭

આ બલિષ્ઠ નાગલોકે ઉપરના સર્વ રાફડાઓના રંગીન પ્રકાશની સૃષ્ટિને રચી છે અને વડવાઈઓએ લટકી રહી એ સૃષ્ટિને અનેક યુગથી ધરી રાખી છે. કુમુદ ! પોતાનું નામ સાંભળતાં આ તૈજસ નાગલોક ફણા માંડવા મંડી ગયા છે તે જો ! થોડી વારમાં તેમની વિષજ્વાલાઓની શકિતને આપણે જોઈશું.

થોડી વારમાં મ્હોટા મ્હોટા રાતા, પીળા, લીલા, કાળા, ને ધોળા નાગ એ બે જણની આશપાસ વેગથી કુંડાળાં રચી ફરી વળવા લાગ્યા. પણ પાસે જઈ જઈને તેમના દિવ્ય લેપની શક્તિથી પાછા ફરી પોતાની સભા ભરી કંઈ અવ્યકત ચર્ચા કરવા લાગ્યા. અંતે એક સઉથી મ્હોટો જાડો વૃદ્ધ નાગ પોતાનું પેટ કષ્ટથી પણ વેગથી ઘસડતો ઘસડતે આમની સામે આવી ઉભો અને એમના શરીર જેટલી ઉંચી ફણા કરી એમની સામે વિષની જ્વાલા ફુંકવા લાગ્યો. બીજા નાગનાં પણ વિષ ચારે પાસ ઉડવા લાગ્યાં અને ચારે પાસના પ્રકાશમાં ભયંકર કાળાશ વ્યાપી ગઈ. ન્હાનાં બાળક સર્પની શક્તિ ન સમજતાં ગમે તો તેને ઝાલવા જાય ને ગમે તો તેની સાથે રમવા જાય તેમ આ બે જણ આ વિષવૃષ્ટિને શાન્તિથી અને કૌતુકથી ઝીલવા લાગ્યાં. અંતે ધીમે ધીમે તે વૃષ્ટિ શાન્ત થઈ, તેજ અને પવન શુદ્ધ થયાં, અને સામે ઉભેલો વૃદ્ધ નાગ દિવ્ય વાણી વડે બોલવા લાગ્યો.

“પૃથ્વી ઉપરનાં કોમળ બાળકો અમારી ભયંકર સૃષ્ટિમાં તમે કેવી વાસનાથી આવ્યાં છો ને અમારી વિષજ્વાલાઓને કઈ શક્તિથી સહી જાવ છો? ”


proclaimed his (Buddha's) rules as the law of the State. This seemed to be the dawn of a happy day for India.The combination of all the tribes could not but secure the independence of the country ; the oppression of the hereditary despotism seemed to be softened by the prescripts of a rational morality ; a brisk trade with the West appeared to give the last blow to the exclusiveness and rigidity of Brahmanism, and the religion of equality and brotherly love seemed to assure the rise of a new social order and the free movement of the intellectual powers of the people.

A sterner fate overtook the Indians × × × × × It was not attacks from without, but the dissensions of the grandsons of Asoka that rent asunder the great Indian Empire ; the dynasty of the Mauryas fell. × × × Neither the power of the Sungas nor that of the Guptas was sufficient to maintain the national unity and protect the regions of the West from the foreigner. × × × But the land of the Ganges maintained its independence The civilization of the Deccan was not interrupted, and the national forces still sufficed to remove at length the power of the foreigner even in the West.- Ancient History of India : by Prof Max Duncker, translated from: the Germam by Abbott.