પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬

પરદેશી અધિકારીઓમાં એક જણ નામે પ્રવીણદાસ હતો, તે જ વાણીયો હતો. રાણા ખાચરના રાજ્યની પેલી પાસના એક ન્હાના રાજ્યનો એ વતની હતો. એનો બાપ વ્યાપારી હતો અને એ પોતે ઇંગ્રેજી પ શાળામાં સુશિક્ષિત થઈ તેમાં મામલતદારનું કામ કરી, એકાદ બે દે રાજ્યોમાં પ્રમાણિકપણાથી તથા રાજાપ્રજાનું હિત જાળવી શક્યો હતો. મુંબાઈ જતાં એ રાજ્ય વિદ્યાચતુરને રસ્તામાં આવતું, અને ત્યાં પડેલા પ્રસંગોએ અનેકધા આ ગૃહસ્થને પરખી પોતાના રાજ્યમાં આકર્ષી લીધો હતો. તે તાજો જ આવેલો હતો અને ૨ત્નનગરીના વસુલાત ખાતાનો ભોમીયો થતો હતો. એ ખાતું આજસુધી વિદ્યાચતુરના પોતાના હાથમાં હતું ત્યાંથી જુદું પાડી પ્રવીણદાસને આપવા વિચાર હતો.

ન્યાયખાતાને માટે ઇંગ્રેજી ન્યાયસાહિત્યના વિદ્વાન અને અનુભવી ન્યાયશાસ્ત્રી શંકરશર્માને મુંબઈમાંથી શોધી ક્‌હાડ્યા હતા. શેતરંજમાં સામા રાજાને મ્હાત કરવા પોતાના મ્હોટા મ્હોરાનું બળિદાન આપવામાં જેમ શાણપણ છે તેવું જ ન્યાયને અંગે રાજ્યના મ્હોટા લાભોનું બળિદાન આપવામાં પણ છે, ન્યાયની શુદ્ધ સ્વતંત્ર પદ્ધતિથી રાજ્યનું વીર્ય વધે છે અને પ્રતાપ ઉગ્ર થાય છે ઈત્યાદિ સુપ્રસિદ્ધ ગણાતી પણ રાજ્યસત્તાના લોભી પુરુષોને અપ્રિય લાગતી રાજ્યનીતિના તીવ્ર આચાર પાળવામાં શંકરશર્મા પ્રધાન ઉત્તેજન આપતો અને પોતાની પણ ભીતિ કે શ્રમનું બીજ સરખું ન્યાયખાતામાં દેખાતામાં જ નષ્ટ કરતો.

રત્નનગરીના રાજ્યમાં જંગલ તથા સમુદ્રતટે બંદરો હતાં તેના વિકાસ માટે પણ મુંબઈથી જ જાતે પરખીને એ વિષયોનાં અનુભવી માણસો રાખ્યાં હતાં. સર્વ રાજ્યોમાં નિર્માલ્ય ગણાતું અને દરિદ્ર પગારવાળા અધિકારીઓના હાથમાં તિરસ્કારથી રખાતું વિદ્યાખાતું એક સમર્થ વિદ્વાનને સારા પગારથી સોંપવામાં આવ્યું હતું અને તેના ઉપર પ્રધાન પોતે અનિમિષ અને ઉદાર દૃષ્ટિ રાખતો. આવાં ખાતાઓના અધિકારીયોમાંના કેટલાકને શંકરશર્મા અને પ્રવીણદાસ સાથે આ દરબારમાં આમંત્રેલા હતા.

મલ્લરાજે નગરબ્હાર એક મહાન્ મ્હેલ બાંધવા માંડેલો હતો અને તેની યોજનાને વિસ્તાર આપી મણિરાજે તે પુરો કરેલો હતો. તે મ્હેલનું નામ મલ્લમહાભવન રાખ્યું હતું અને તેના આગલા ખંડનું નામ વિદુરભવન પાડ્યું હતું. આજનો દરબાર વિદુરભવનમાં યોજેલો હતો.

વિદુરભવનમાં ચારે પાસ ભીંતો એ સંસ્થાન અને પરદેશે ના નક્શા ટાંકેલા હતા અને પુસ્તકોનાં કબાટ ગોઠવેલાં હતાં તેમાં આ દેશના તેમજ