પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૮૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ૭૩


સર૦– બુદ્ધ ભગવાનનો પ્રકાશ આ વાડીમાંથી ધીરે ધીરે બ્હાર આકર્ષાય છે, ને આપણા પ્રદેશની નીચે પિતામહના મન્દિરના શિખરના સુવર્ણકલશ છે તેમાંથી કોઈ નવા પવન ને નવા પ્રકાશ આ શ્વેતપ્રકાશમાં થઈને છત ઉપર ચ્હડે છે. ઉપર જે દેખીએ છીએ તે આ બે પ્રકાશનું મિશ્રણ છે. આ નવા પ્રકાશના વેગથી આ શ્વેત પ્રકાશ મિશ્રરૂપે કેટલોક ઉપર ચ્હડે છે ને બાકીનો ચારે પાસ ઢોળાઈ જાય છે.

કુમુદ૦– આ આપણી પાસેના રત્નરાશિમાં પણ અનેક પ્રતિબિમ્બ દેખાય છે.

કુમુદ૦- એ રાશિમાંથી પોતાના બે હાથ ભરી રત્ન લીધાં અને અંજલિમાં ઝાલી રાખી તેમાં ને ઊપરની છતમાં વારાફરતી જોવા લાગી.

સર૦– કુમુદ, એમાં જોજે ને જોતી જોતી ક્‌હેજે. આજ યુરોપમાં જેવાં સંવનન અને પ્રીતિલગ્ન રચાય છે તેવાં જ આ આશપાશના આપણા દેશમાં થતાં નથી? ઉપર જે જ્ઞાતિયોના અનેક સ્તમ્ભ ને ચીર જણાતા હતા તેને સ્થાને અંહી ચારેપાસ માત્ર એક જ પૃથ્વી જણાતી નથી? ત્યાગ, ઉદારતા, સાધુતા, દયા આદિ રંગની જ વૃષ્ટિ આ એકાકાર થયલી ધર્મભૂમિમાં થતી નથી? એ વૃષ્ટિનાં કલ્યાણફળથી લોક સમૃદ્ધ, તેજસ્વી વીર્યવાન્ ને યશસ્વી થતા નથી ?[૧] કુમુદ, સૂક્ષ્મદૃષ્ટિથી રત્નાંજલિ જોઈ લે અને ત્હારા પ્રેમાળ હૃદયના ઉદ્ગારથી વર્ણવ.


  1. ૧. This was the time of internal reform and foreigner's contact, Afeeling of nation and national unity began to grow and culminated in theEmpire of Asoka. We had Vikrama and Silivahana at a later stage of thisage, and the presence of the foreigner served to weld India into onenation, one empire, and one aspiration. The tribal feeling had disappearod, political circumstances developed a national feeling, and Buddha'sreligion created a cosmopolitan feeling, shook the foundations of the growthof the old four orders or classes, and called upon the Brahamana andthe Sudra, the Aryan and the non-Aryan, man and woman, to join hands inone common creed and faith. The caste which had reached an inchoate orembryonic condition seemed crushed. He himself had set the example ofdiverging from tradition and heredity by giving up his kingdom and asserted the independence of the human soul against the conventional controlsof patriarchs and horedity in professions and privileges. In their placeshe substituted the precept of love and rationalistic salvation. × × ×The disintegration of family brought on the independence of the individual,and sons and wives began to work towards higher ideals for the emancipation of the individual soul from the stultifying influences of patriarchalcontrol in matters intellectual and sentimental. If man thus rose in the sphere of his importance to the nation, woman also rose in the sphere of her rule. She began to be adored with scientific anti artistic chivalry by men, and we have precepts and applications of the science of refined love and courtship it this age in our country. (Veirate Notes).