પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૦૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮૯


પ્રકરણ ૩૨.
યજમાન કે અતિથિ !
અથવા
પુણ્યપાપમાં પણ પરાર્થબુદ્ધિની સત્તા.


Thyself and thy belongings
Are not thine own so proper, as to waste
Thyself upon thy virtues, they on thee.
Heaven doth with us, as we with torches do,
Not light them for themselves ; for if our virtues
Did not go forth of us, 'twere all alike
As if we had them not. Spirits are not finely touch'd
But to fine issues ; nor Nature never lends
The smallest scruple of her excellence,
But, like a thrifty goddess, she determines
Herself the glory of a creditor–
Both thanks and use.
Shakespeare's Measure for Measure.


स्वार्थो यस्य परार्थ एव स पुमनिकः सतामग्रणी: ॥ પ્રકીર્ણ


તેમની નિદ્રા ઘણીવાર ટકી નહીં. ચૈત્રના શુક્લ પક્ષની એકાદશીની રાત્રિનો છેલો પ્રહર સામાન્ય મનુષ્યને શાન્ત નિદ્રા આપે તેણે કુમુદને જગાડી. જાગ્યા પછી સ્થૂલ સ્પર્શના સુખના સ્વપ્ને એની આંખોને થોડી વાર ઉઘડવા દીધી નહી અને ઉંઘવા અંતે પાછલી રાત્રે પાસેના કોઈ વૃક્ષમાં કોયલ ટૌકી ને તેની સાથે એનું હૃદય જાગ્યું, જાગતાની સાથે પોતાના ચરણસ્પર્શને સ્થાને પરિણામ પામેલા મોહક સ્પર્શનું ભાન આવ્યું. એ ભાન આવતાં એ એકલી એકલી મનમાં મુઝાઈ; મુઝવણ છુટતાં લજવાઈ; લજજા વિકસતાં સંકોચાઈ; સંકોચ પામતાં પામતાં ગભરાઈ; ગભરાતી ગભરાતી બ્હીની; બ્હીતી બ્હીતી પ્રિયચરણને દૂર કરી ઉઠી જવા ગઈ; ઉઠતા