પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૦૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૯૪


આખા સંસારને વ્યર્થ ઉંચો નીચો કરતી દેખાય છે. એનાં સુખ પણ ખોટાં ને દુ:ખ પણ ખોટાં.

સર૦– સુખ દુ:ખ ખોટાં છે તે તો એમજ. પણ ઈશ્વરની રચનાઓ સાધ્યસાધનભાવ વિનાની હોતી નથી.

કુમુદ૦– વાસનાઓ તો અનંત દુઃખની જ સાધક છે ને એમનો તો નાશ જ ઘટે.

સર૦– તમે આ ઓટલે આવી પાસે બેસો - હું સમજાવું કે વાસનાનો પણ ઉપયેાગ છે.

કુમુદ૦-ના, હું તો નીચે બેઠી જ સારી છું. ઘૃત આગળથી વન્હિ દૂર રાખ્યો જ સારો.

સર૦- એ વાત પણ ખરી ને એ વાત તમે જ મ્હારા સ્મરણમાં આણી તેથી મને હવે તમારી નિર્વાસનાનું બીજ દેખાય છે. કુમુદસુન્દરી ! વાસનાના નાશનો હેતુ તમે યથાર્થ સમજ્યાં છો તો તેને માટે શક્તિ પણ ઈશ્વર આપશે. તો હવે વાસનાનું ફળ સાંભળો. જડ પદાર્થને જ્ઞાન કે વાસના કંઈ નથી તો પણ જડ ધર્મના નિયમ પાળી તેમની સૃષ્ટિ ટકી રહીછે ને ચાલી રહી છે. પશુપક્ષિઓમાં ને કૃમિઆદિમાં પ્રત્યક્ષદૃષ્ટિનાં જ્ઞાન ને વાસના છે તેથી તેમનાં સ્થૂલ શરીરનાં રક્ષણ થાય છે તેમ તેમની ભિન્નભિન્ન જાતિઓ ભોજન પામે છે. મનુષ્ય જાતિ પણ જંગલી દશામાં એવી જ સ્થિતિમાં હોય છે ને પરિપાકક્રમે કાળે કરીને તેની બુદ્ધિ અને વાસનાઓ પરોક્ષ વસ્તુઓનું ગ્રહણ કરે છે. આટલા ભેદના પ્રમાણમાં મનુષ્યની સ્થૂલ બુદ્ધિ અને વાસનાઓ સૂક્ષ્મ થતી જાય છે, અને શુદ્ધ જ્ઞાનનો ઉદય આવી પરોક્ષગ્રાહિણી બુદ્ધિમાંથી થાય છે તેમ શુદ્ધ ધર્મનો ઉદય મનુષ્યોમાં આવી સૂક્ષ્મ થતી વાસનાઓમાંથી પ્રકટ થાય છે. અન્ય પ્રાણીઓને વાસનાઓ છે ને સુખદુ:ખના ઉદ્દેશવાળી અપેક્ષાઓ છે તે અપેક્ષાવાળી સૃષ્ટિના પોષણ માટે મનુષ્યોમાંથી કેટલાંકમાં ધર્મબુદ્ધિ ઉદય પામે છે. જે એવી સૃષ્ટિ હોય નહી તો સર્વ જ્ઞાની હોય કે જડ હોય, ને જડપ્રતિ જેમ ધર્મ છે જ નહી તેમ જ્ઞાની પુરુષો કોઈના આતિથેયના યજમાન થવા ઇચ્છતા જ નથી. ચર્મચક્ષુને પરોક્ષ ર્‌હેતા ધર્મ જ્ઞાનીને પ્રત્યક્ષ થાય છે ને એ ધર્મથી જગતની વ્યવસ્થાઓનું પોષણ થાય છે તે જ ધર્મને સ્થાને ધર્મના ઉદય પ્હેલાં અજ્ઞાનીમાં ઇશ્વર વાસનાઓ મુકે છે તે એજ વ્યવસ્થાના પોષણને માટે, એવી વાસનાઓ ન હોય તો માતાપિતા પોતાની પ્રજાનું પોષણુ શું કરવા કરે ? બાળકની અનાથ