પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦૨


પ્રકરણ ૩૩.
સૂક્ષ્મ પ્રીતિની લોકયાત્રા
And we shall sit at endless feast,
Enjoying each the other's good;
What vaster dream can hit the mood
Of Love on Earth ?–Tennyson.
या कौमुदी नयनयोर्भवतः सुजन्मा ।
तस्या भवनापि मनोरथबन्धबन्धुः ॥
मालतीमाधव.

કુમુદસુન્દરી વસન્તગુફાને ઉપલે માળેથી નીચે ગઈ તો સર્વ સાધ્વીયોને પોતપોતાના પ્રાત:કાળના આહ્‌નિકમાં રોકાયલી દીઠી. બે સાધ્વીઓએ પાસેના જંગલમાંથી દંતધાવનને માટે દાતણ આણ્યાં હતાં અને કડકા કરી સઉમાં વ્હેંચતી હતી. બે સ્ત્રીયો સર્વેને પાસેના ઝરાઓમાંથી કીયામાં ન્હાવાને લઈ જવાં તેનો વિચાર કરતી હતી. બે સાધ્વીઓ આ ગુફાને સ્વચ્છ કરતી હતી, અને બાકીનું મંડળ સ્ત્રીજનો પરમાર્થ કેવી રીતે પ્રાપ્ત કરે તેની ચર્ચા કરતું હતું. કુમુદના પગ નીસરણીને ઉપલે પગથીયે દેખાતાં ભક્તિમૈયા તેના ભણી જોઈ રહી અને કુમુદનો નેત્રભાગ દેખાતાં ક્‌હેવા લાગી.

"મધુરીમૈયા, દન્તધાવન કરી, આ શૃંગ પાસેના નિર્મળ ઝરાઓમાં આપણે સ્નાન કરવા જવાનું ઠર્યું છે?"

કુમુંદ૦- જ્યાં સાધુજનોની પ્રવૃત્તિ ત્યાં મ્હારી.

પ્રીતિમાનિની– ત્હારા મુખની પ્રસન્નતા ઉપરથી અમે એમ જ સમજીયે છીયે.

વામની– મધુરી, સાધુજનોને શિર રાત્રિએ આરોપનું વાદળું ચ્હડ્યું હતું તે ચન્દ્રકિરણથી વેરાઈ ગયું હશે.

કુમુદ૦- હું ક્ષુદ્ર સંસારિણીને શુદ્ધ કરવા સાધુજનોનું જ માહાત્મ્ય સમર્થ છે, તે સમર્થતાને ઘુવડ જેવી હું દિવસે જોઈ શકી નહી તે રાત્રિ સમયે દેખતી થઈ છું,