પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૧૧

કુમુદ૦– તમારાં નેત્રપુટમાંથી આ અશ્રુધારાઓ વહી જાય છે તે મ્હારા હૃદયને વીંધે છે, તમે સ્વસ્થ થાવ. તમારા સાધ્યમાં હું સાધનભૂત થઈશ ને ધર્મને જ માર્ગે થઈશ.

સર૦– કુમુદસુન્દરી ! આ પત્રોના ઢગલા પ્રિય ચંદ્રકાંતના હાથમાંથી પ્રારબ્ધે મ્હારા હાથમાં ખેંચી આણ્યા છે તે વાંચું છું ને હૃદય ફાટે છે. મ્હારા પ્રિય મિત્રો ને દેશનાં નીવડ્યાં રત્નો ધુળમાં રગદોળાય છે તે આજ સુધી હું જાણતો ન હતો તે આ પત્રોથી માત્ર કંઈક જાણ્યું ને કેટલું હજી દૃષ્ટિબ્હાર હશે ? પ્રમાદધને તમને સુખી કર્યાં હત તો હું જાતે બહુ સુખી થાત – પણ તેમણે અવળું કર્યું તેથીજ સ્ત્રીજાતિની દુ:ખસૃષ્ટિનાં કંઈક કિરણ મ્હારા નેત્રમાં આવવા પામ્યાં ! આ સૃષ્ટિમાં કેટલી સ્ત્રીયોની કેટલી વેદનાઓ ઉભરાતી હશે, કેટલાં કોમળ હૃદય દળાઈ જતાં હશે, કેટલાં આંસુની નદીયો ચાલતી હશે? ચંદ્રકાન્તના દુઃખના પત્ર વાંચ્યા પણ આ દુ:ખો કીયા પત્રોમાંથી જડવાનાં હતાં ? લક્ષ્મીનો અને તમારો ત્યાગ કરતી વેળા આ ચિત્રો પ્રત્યક્ષ હતા તો મ્હારો ધર્મ કંઈ જુદો જ પ્રાપ્ત થાત. હું મ્હારા રાફડામાંથી છુટવા પામ્યો પણ તેની સાથે આ સર્વ જોવાના પ્રકાશ જોવાનું મ્હારું નેત્ર પણ મ્હેં હાથે કરી ફોડી દીધું અને આર્યલોકની અર્ધી વસ્તીની અને તે પણ સુન્દર અનાથ વસ્તીની દશા સુધારવાનું મ્હારું સાધન મ્હેં જાતે ભાગી નાંખ્યું. હવે તે બની બનાઈ બન ગઈ એ વાત સત્ય છે. પણ – તો પણ – હવે આ વિષયમાં શું કરવું, આ સર્વનાં દુઃખ કેવાં હશે, એ કેમ જાણવાં, એ કેમ મટાડવાં, એ સર્વ વિચાર થાય છે ત્યારે તમે અત્યારે દેખો છો એવી અશ્રુધારા આ નયનોમાં ચાલે છે, કહ્યું માનતી નથી, અને અટકતી નથી. હું એ ધારાઓ જોઈને જ તૃપ્ત થાઉં છું, જે વાતમાં મ્હારો ઉપાય નથી તેમાં કંઈ ધર્માધર્મ પણ નથી ને જેવી રીતે મ્હારી વાસનાને શાંત કરતી વેળા તૃપ્ત થાઉં છું તેથી ઉલટી રીતે આ અશ્રુઓને વ્હેવા દઈને તૃપ્ત થાઉં છું.

કુમુદ૦- જે ત્યાગ જાતે ધર્મબુદ્ધિથી કર્યો તેના અણધાર્યા પરિણામથી ખિન્ન થવું એ અધર્મ નથી?

સર૦- જે વાત હાથમાં છે તે કરવા ન કરવામાં ધર્માધર્મ છે. જે હાથમાં નથી તેમાં ધર્મ પણ નથી ને અધર્મ પણ નથી. સીતાનો ધર્મબુદ્ધિથી ત્યાગ કરી રામચંદ્ર પ્રીતિને બળે રોયા હતા. કુમુદસુન્દરી, ધર્મપ્રમાણે આપણે પ્રીતિને લાત મારી પ્રવૃત્તિના વિષયમાંથી બ્હાર ક્‌હાડવા સમર્થ થઈએ છીયે પણ પ્રીતિને હૃદયમાંથી ક્‌હાડવી તે આપણા